ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

અનુચ્છેદ 370 હટ્યા બાદ કાશ્મીરમાં પ્રથમ વખત મતદાન : જાણો શું છે માહોલ !

શ્રીનગર : અનુચ્છેદ 370 હટ્યા બાદ કાશ્મીરમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઇ રહી છે. ભારે માત્રમાં સેનાના કાફલાની સુરક્ષા વચ્ચે શ્રીનગરમાં લાંબી લાઈનો લાગી છે. જમ્મુ કાશ્મીરના શ્રીનગર લોકસભા ક્ષેત્રમાં સવારે સાત વાગ્યાથી મતદાનની શરૂઆત થઈ છે. શ્રીનગર શહેરના જૂના વિસ્તારોના કેટલાક મતદાન કેન્દ્રો પર લાંબી કતારો લાગી છે. વાદળછાયા વાતાવરણની વચ્ચે પુલવામાં, કંગન, ગાંદરબલ, બડગામ અને પંપોર વિસ્તારોમાં લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા હતા.

35 વર્ષ બાદ પ્રથમ વખત ચૂંટણી બહિષ્કારનું નથી થયું આહ્વાન –
વર્ષ 1987 બાદનું આ પ્રથમ એવું મતદાન છે કે જ્યારે અલગાવવાદીઓએ ચૂંટણી બહિષ્કરનું આહ્વાન નથી કર્યું. ખાસ વાત તો એ છે કે ખીણમાં અલગાવવાદીઓનું કેન્દ્ર મનાતા શ્રીનગર શહેરના જૂના વિસ્તારોમાં પણ લોકો કોઈપણ ભય વગર જ મતદાન કરતા દેખાઈ રહ્યા છે.

સુરક્ષાનો પૂરતો બંદોબસ્ત –
લોકો કોઈપણ ભય વિના મતદાન કરે એ માટે વ્યાપક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. આખા વિધાનસભા વિસ્તારમાં મોટી સંખ્યામાં સુરક્ષાબળોને તૈનાત કરી દેવાયા છે.

17 લાખથી વધુ મતદારો મતદાન કરશે –
ચૂંટણીમાં કુલ 8,75,938 પુરુષ મતદારો, 8,71,808 મહિલાઓ અને 64 થર્ડ જેન્ડર મતદારો નોંધાયા છે. ચૂંટણી પંચે ક્ષેત્રમાં 1004 શહેરી અને 1131 ગ્રામીણ મતદાન મથકો સહીત 2135 મતદાન કેન્દ્ર ઊભા કરવામાં આવ્યા છે.

24 ઉમેદવારો મેદાનમાં –
આ લોકસભા ક્ષેત્રમાં 24 ઉમેદવારો મેદાને છે. જો કે ખરી ટક્કર નેશનલ કોન્ફરન્સ (National Conference)ના સૈયદ રહુલ્લા મેહદી, પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (Peoples Democratic Party )ના વહીદ ઉર રહેમાન પારા અને મોહમ્મદ અશરફ મીરની વચ્ચે જામવાની છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button