ટોપ ન્યૂઝપેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

પેરિસ ઓલિમ્પિકમાં Vinesh Phogatને ગેરલાયક ઠેરવવાને લઈને લોકસભામાં હંગામો, રમત ગમત પ્રધાન આપશે જવાબ

નવી દિલ્હીઃ પેરિસ ઓલિમ્પિક 2024માં કુશ્તીની ફાઈનલ મેચમાંથી વિનેશ ફોગાટને(Vinesh Phogat) ગેરલાયક ઠેરવવાને લઈને આજે લોકસભામાં ભારે હોબાળો થયો હતો. વિપક્ષી સાંસદો આ મામલે રમત મંત્રી પાસે જવાબ માંગી રહ્યા હતા. હંગામો ત્યારે જ શાંત થયો જ્યારે વિપક્ષને ખાતરી આપવામાં આવી કે રમતગમત પ્રધાન મનસુખ માંડવિયા આ બાબતે બપોરે તેમનો જવાબ આપશે.

આજે મોડી રાત્રે ફાઇનલ મેચ રમાવાની હતી

વિનેશ ફોગાટે 50 કિગ્રા ફ્રી સ્ટાઈલ રેસલિંગની ફાઇનલમાં જગ્યા બનાવી હતી પરંતુ વધુ વજન હોવાના કારણે તેને ફાઈનલ મેચમાંથી અયોગ્ય ઠેરવવામાં આવી છે. આનાથી દેશના રમતપ્રેમીઓને આંચકો લાગ્યો છે. આખા દેશને વિનેશ ગોલ્ડ મેડલ જીતવાની અપેક્ષા હતી. વિનેશે આજે બપોરે 12:45 વાગ્યે તેની ફાઇનલ મેચ રમવાની હતી પરંતુ હવે તેને અયોગ્ય ઠેરવવામાં આવી છે. તેને સિલ્વર મેડલ પણ નહીં મળે.

પીએમ મોદીએ ટ્વિટ કર્યું

પીએમ મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ-મેડલ સ્પર્ધામાંથી ગેરલાયક ઠરવામાં આવ્યા બાદ વિનેશને સાંત્વના આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વિટ કરીને વિનેશને સાંત્વના આપવાનો પ્રયાસ કર્યો છે. તેણે લખ્યું, વિનેશ, તું ચેમ્પિયનઓની ચેમ્પિયન છું! તમે ભારતનું ગૌરવ છો અને દરેક ભારતીય માટે પ્રેરણા છો. પડકારોનો સામનો કરવાનો હંમેશા તમારો સ્વભાવ રહ્યો છે. મજબૂતીથી પાછા આવો! અમે બધા તમારા માટે પ્રાર્થના કરીએ છીએ.

પીએમ મોદીએ પીટી ઉષા સાથે પણ વાત કરી

સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ IOA પ્રમુખ પીટી ઉષા સાથે પણ વાત કરી હતી અને તેમને આ મુદ્દે ભારત પાસે ઉપલબ્ધ વિકલ્પો વિશે જાણકારી માંગી હતી. તેમણે વિનેશના કેસમાં મદદ માટે તમામ વિકલ્પો શોધવાનું કહ્યું હતું. તેમણે પી.ટી. ઉષાને વિનંતી કરી હતી કે તે વિનેશને મદદ કરે અને તેની ગેરલાયકાત અંગે સખત વિરોધ નોંધાવે.

ટીમ આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં

બીજી તરફ ભારતીય ઓલિમ્પિક સંઘે પણ વિનેશ સાથે જોડાયેલી માહિતી શેર કરી છે. ભારતીય ઓલિમ્પિક સંઘે જણાવ્યું કે વિનેશ ફોગાટને ભારતીય દળની મહિલા કુશ્તી 50 કિગ્રા વર્ગમાંથી અયોગ્ય જાહેર કરવામાં આવી છે. આખી રાત ટીમના શ્રેષ્ઠ પ્રયાસો છતાં, આજે સવારે તેનું વજન 50 કિલો કરતાં થોડા ગ્રામ વધુ હતું. ટીમ આ સમયે વધુ કોઈ ટિપ્પણી કરશે નહીં. ભારતીય ટીમ તમને વિનેશની ગોપનીયતાનું સન્માન કરવાની વિનંતી કરે છે. તે વર્તમાન સ્પર્ધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
બિકિની નહીં પણ આ કપડાંમાં બોલ્ડ ફોટોશૂટ કરાવી અભિનેત્રીઓએ મચાવ્યો તહેલકો… શું તમે પણ પ્લાસ્ટિક ટૂથબ્રશ વાપરો છો? 38ની કમરને બનાવવી છે 28ની? બસ ફોલો કરો આ ધાસ્સુ ટિપ્સ… ઑલિમ્પિક્સમાં વિશ્ર્વના પાંચ ફાસ્ટેસ્ટ પુરુષ દોડવીરો કોણ? ચાલો ઝડપથી એક નજર કરી લઈએ..