શિમલાઃ હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણી પછી કોંગ્રેસની આગેવાની હેઠળની સુક્ખુ સરકારની ખુરશી પર જોખમ ઊભું થયું હતું. રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિધાનસભ્યોએ ક્રોસ વોટિંગ કરીને ચૂંટણીમાં હાર મળી હતી. એના પછી પૂર્વ મુખ્ય પ્રધાન વિરભદ્ર સિંહના દીકરા વિક્રમાદિત્ય સિંહે આજે રાજીનામું આપી દીધું હતું, પણ હવે પાછું ખેંચતા કોંગ્રેસ પરનું જોખમ ટળી ગયું છે. વિક્રમાદિત્ય સિંહે રાજીનામું પાછું ખેંચતા કહ્યું હતું કે વ્યક્તિ મોટી નથી, પરંતુ સંગઠન મોટું હોય છે. હવે સરકાર પર કોઈ સંકટ નથી.
બુધવારે સવારે હિમાચલ પ્રદેશમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના છ વિધાનસભ્યોએ બળવો કરીને સુખવિંદર સિંહની સરકારની મુશ્કેલીઓ વધારી હતી. એની વચ્ચે હવે રાહતના સમાચાર છે કે સવારે રાજીનામું આપનારા વિક્રમાદિત્ય સિંહે રાજીનામું પાછું ખેંચી લીધું છે, એમ હિમાચલના પ્રભારી રાજીવ શુક્લાએ જણાવ્યું હતું.
વિક્રમાદિત્ય સિંહે બુધવારે સવારે રાજીનામું આપ્યું હતું, ત્યાર બાદ કોંગ્રેસ પક્ષમાં આંતરિક વિગ્રહ હોવાની વાત બહાર આવી હતી. કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્વારા નારાજ વિધાનસભ્યોને મનાવવા માટે બે સિનિયર નેતા સાથે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. વિક્રમાદિત્ય સિંહને મનાવી લેવામાં આવ્યા છે, એમ પ્રભારીએ જણાવ્યું હતું. વિક્રમાદિત્ય સિંહે કહ્યું હતું કે સીએમે મારું રાજીનામું સ્વીકાર્યું નહોતું. હું હાલમાં કોઈ દબાણમાં નથી, એમ રાજીવ શુક્લાએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશની કોંગ્રેસ પાર્ટીમાં છ વિધાનસભ્યોની નારાજગીના અહેવાલ પછી કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ છ વિધાનસભ્ય સાથે વાતચીત કરવા માટે નેતા ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા અને ડીકે શિવકુમાર શર્માની નિયુક્તિ કરી હતી.
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો
શ્રેષ્ઠ હવાની ગુણવત્તાવાળા ભારતીય શહેરો