Lal Krishna Advaniની તબિયત બગડી, દિલ્હીમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ | મુંબઈ સમાચાર

Lal Krishna Advaniની તબિયત બગડી, દિલ્હીમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ

નવી દિલ્હી : ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીની(Lal Krishna Advani) તબિયત બગડી છે. શનિવારે તેમને દિલ્હીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની સારવાર ન્યુરોલોજી વિભાગના સિનિયર કન્સલ્ટન્ટની દેખરેખ હેઠળ કરવામાં આવી રહી છે.

ડોકટરોના નિરીક્ષણ હેઠળ

લાલકૃષ્ણ અડવાણી 97 વર્ષના છે. છેલ્લા 4-5 મહિનામાં લગભગ ચોથી વખત તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અહેવાલો અનુસાર, ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ડોકટરોના નિરીક્ષણ હેઠળ છે. તેમની તબિયત સ્થિર છે.

ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

લાલકૃષ્ણ અડવાણી વારંવાર સ્વાસ્થ્યની સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આ વર્ષે તેને ઘણી વખત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જુલાઈમાં દિલ્હી એઈમ્સમાંથી ડિસ્ચાર્જ થયાના થોડા જ દિવસો બાદ તેમને એપોલોમાં દાખલ કરવામાં આવ્યા હતા.

‘ભારત રત્ન’ થી સન્માનિત

ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 30 માર્ચે તેમના નિવાસસ્થાને તેમને ‘ભારત રત્ન’ એનાયત કર્યો હતો. આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રીય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ પણ તેમના નિવાસસ્થાને હાજર હતા. 2015માં પદ્મ વિભૂષણ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વાજપેયી સરકારમાં અડવાણી નાયબ વડાપ્રધાન હતા. તેઓ દેશના ગૃહમંત્રી પણ રહી ચૂક્યા છે.

વાજપેયીની સરકારમાં નાયબ વડા પ્રધાન

લાલકૃષ્ણ અડવાણીએ 2002 થી 2004 સુધી વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીની સરકારમાં નાયબ વડા પ્રધાન તરીકે સેવા આપી હતી. 1980 માં જનતા પાર્ટીના વિસર્જન પછી અડવાણીએ અટલ બિહારી વાજપેયી સાથે મળીને ભાજપ પક્ષની સ્થાપના કરી. તેઓએ સાથે મળીને પક્ષની વિચારધારાને આકાર આપવામાં અને સમગ્ર ભારતમાં તેનો પ્રભાવ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો…લોકસભામાં સોમવારે રજૂ થશે One Nation One Election બિલ, સરકારે પૂરી કરી તૈયારીઓ

1990માં રથયાત્રાનું નેતૃત્વ કર્યું હતું

લાલકૃષ્ણ અડવાણીની રાજકીય કારકિર્દીમાં સીમાચિહ્નરૂપ રામજન્મભૂમિ ચળવળનું તેમનું નેતૃત્વ હતું. અયોધ્યામાં વિવાદિત બાબરી મસ્જિદ સ્થળ પર રામ મંદિરના નિર્માણની હિમાયત કરતી તેમની 1990ની રથયાત્રાએ હિંદુ રાષ્ટ્રવાદી ભાવનાઓને બળ પૂરું પાડ્યું અને તેમને એક અગ્રણી જન નેતા તરીકે સ્થાપિત કર્યા.

સંબંધિત લેખો

Back to top button