ટોપ ન્યૂઝનેશનલ

રેલવેના પાટા પર જાણે વિમાન દોડ્યું! વિડીયો જોઈને તમને નથી લાગતું?

નવી દિલ્હી: નવા વર્ષની શરૂઆતમાં રેલવે દેશમાં ઝડપી અને સુરક્ષિત રેલવે યાત્રાની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છે. ટૂંકા અને મધ્યમ અંતરની ચેર કાર ટ્રેનોની ઝડપી, અને વૈશ્વિક કક્ષાની મુસાફરીનો અનુભવ આપ્યા બાદ હવે ભારતીય રેલ્વે લાંબા અંતરની ટ્રેનોની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે પણ તૈયારીઓ કરી રહ્યું છે.

આ પણ વાંચો : શું Vande Bharat સ્લીપર કોચના ઉત્પાદનમાં થઈ રહ્યો છે વિલબં ? રેલવે મંત્રીએ આપ્યો આ જવાબ 

અશ્વિની વૈષ્ણવે કર્યું ટ્વીટ

રેલવે હવે વંદે ભારત સ્લીપર ટ્રેનની સુવિધા આપવા જઈ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી તેના ટ્રાયલ્સ ચાલી રહ્યા છે, જેમાં તેણે મહત્તમ 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હાંસલ કરી છે. આ પરીક્ષણો જાન્યુઆરીના અંત સુધી ચાલશે. કોટા ડિવિઝનમાં સફળ પરીક્ષણનો વીડિયો શેર કરતાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વિટર પર તેની પોસ્ટમાં તેની ઝડપનો ઉલ્લેખ કર્યો છે.

180 ની ઝડપે પાણી રહ્યું સ્થિર

શેર કરવામાં આવેલા વીડિયોમાં વંદે ભારત સ્લીપર ટ્રેનની અંદર મોબાઈલની બાજુમાં પાણીથી ભરેલો ગ્લાસ દેખાય છે. વીડિયોમાં ગ્લાસનું પાણી એમ જ સ્થિર દેખાઇ રહ્યું છે. ચાલતી ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ અને સતત ઝડપી આગળ વધી રહી છે, તેમ છતાં પાણીનો ગ્લાસ જરા પણ છલકાયો નહીં. 2 જાન્યુઆરીના રોજ વંદે ભારત ટ્રેનના 3 દિવસના સફળ ટ્રાયલ બાદ આ પોસ્ટ કરવામાં આવી છે.

આ પણ વાંચો : જાના થા જાપાનઃ Vande Bharat Train રૂટ ભૂલી, રેલવેની ઊંઘ હરામ…

જાન્યુઆરીના અંત સુધી ચાલશે ટ્રાયલ

ગુરુવારે રાજસ્થાનના બુંદી જિલ્લામાં કોટા અને લબાન વચ્ચે 30 કિમી લાંબી ટ્રાયલ રન દરમિયાન ટ્રેન મહત્તમ 180 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડી હતી. વંદે ભારત સ્લીપર ટ્રેને વર્ષ 2025ના પ્રથમ દિવસે રોહલ ખુર્દથી કોટા વચ્ચે 40 કિલોમીટર લાંબી ટ્રાયલ રનમાં 180 કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ ઝડપ હાંસલ કરી હતી. આ દિવસે જ, કોટા-નાગદા અને રોહલ ખુર્દ-ચૌમહાલા સેક્શન પર 170 kmph અને 160 kmphની મહત્તમ ઝડપ હાંસલ કરવામાં આવી હતી. લખનઉ સ્થિત રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશન (RDSO)ની દેખરેખ હેઠળ જાન્યુઆરી મહિના સુધી આ ટ્રાયલ ચાલુ રહેશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button