ઉત્તરકાશી: ઉત્તરાખંડના સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 કામદારો બહાર કાઢવા માટે ચાલી રહેલ ખોદકામમાં ફરી એકવાર અવરોધ આવ્યો છે. તેથી બચાવમાં ફરી એકવાર વિલંબ થવાથી કામદારોના છૂટકારા માટે હજી રાહ જોવી પડશે. ખોદકામ કરનાર ઓગર મશીન જ્યાં મૂક્યુ હતું એ પ્લેટફોર્મને તિરાડ પડતાં ગુરુવારે સાંજે ફરી ખોદકામ રોકવામાં આવ્યું હતું. 25 ટન વજનનું ઓગર મશીન જ્યાં મૂકવામાં આવ્યું છે એ બચાવ કામગીરી કરી રહેલ કામદારો સ્થિર કરશે ત્યાર બાદ જ ખોદકામ ફરી શરુ કરવામાં આવશે એવું એક અધિકારીએ જણાવ્યું હતું.
અગાઉ બુધવારે આખી રાત અવરોધો આવવાને કારણે કલાકો સુધી અટેકેલી બચાવ કામગીરી આખરે ગુરુવારે વહેલી સવારે ફરી શરુ થઇ હતી. મુખ્ય પ્રધાન પુષ્કરસિંહ ધામીએ ઘટનાસ્થળની મુલાકાત લઇ બચાવ કામગીરીની જાણકારી મેળવી હતી. ઉપરાંત તેમણે ફસાયેલા કામદારો સાથે વાત પણ કરી હતી. ટલના તૂટેલા ભાગ કાટમાળમાંથી ઓગર મશીન દ્વારા ખોદકામ ચાલી રહ્યું છે તે દરમીયાન વધુ કોઇ અવરોધ ન હોવાથી આ કામગીરી રાત્રે જ પૂરી કરવાનો વિચાર હતો એવું એક અધિકારીએ જણાવ્યું હતું. જોકે હવે ફરી અવરોધ આવતા બચાવ કામગીરી બંધ કરવાની ફરજ પડી હતી.
કામદારોને બચાવવા માર્ગ બનાવવા માટે મશીનના ઉપયોગ દ્વારા જે કાટમાળ હતો તે હટાવવામાં આવ્યો હતો. વડા પ્રધાન કાર્યાલયના પૂર્વ સલાહકાર ભાસ્કર ખુલ્બેએ કહ્યું કે, આ અવરોધને કારણે 57 મીટર લંબાઇના ઢગલાના ખોદકામને બુધવારે 6 થી 7 કલાક મોડુ થયું હતું. ઓગર મશીન જેમ જેમ ખોદકામ કરશે તેમ તેમ આ કાંટમાળમાંથી સ્ટીલની પાઇપનો એક એક ટૂકડો અંદર નાંખવામાં આવશે. આ ટૂકડો બીજી બાજુએથી બહાર નીકળે એટલે કામદારોને એક એક કરીને બહાર કાઢવામાં આવશે. આ કામદારોને સ્ટ્રેચર્સ પર સુવડાવીને બહાર કાઢવામાં આવશે. તેમને તરત સારવાર મળી રહે તે માટે એમ્બ્યુલન્સ પણ તૈનાત કરવામાં આવી છે.
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી…
Fat Belly થશે Flat, આ પાંચ ફ્રુટ્સ ચપટી વગાડતામાં ઓગાળશે પેટની ચરબી...