Bangladesh માં રાજકીય ઉથલપાથલમાં સંડોવણીના આક્ષેપ બાદ અમેરિકાએ કરી આ સ્પષ્ટતા
વોશિંગ્ટન : અમેરિકાએ બાંગ્લાદેશમાં(Bangladesh)સત્તાપલટો અને રાજકીય ઉથલપાથલના પોતાના પર લાગેલા આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. અમેરિકાએ કહ્યું છે કે તેમાં તેમની કોઈ સંડોવણી નથી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી, કેરીન જીન પિયરે સોમવારે એક મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “આમાં અમારી કોઈ સંડોવણી નથી. આમાં અમારી સરકાર કે વ્યક્તિ સંડોવાયેલી હોવાની કોઈપણ વાતચીત અથવા આવા અહેવાલો ફક્ત એક અફવા છે.”
જીન પિયરે વધુમાં જણાવ્યું હતું કે બાંગ્લાદેશી જનતાએ બાંગ્લાદેશી સરકારનું ભવિષ્ય નક્કી કરવું જોઈએ. આ ઘટનામાં અમેરિકાનો હાથ હોવાનો કોઈપણ આક્ષેપ સદંતર ખોટો છે.
| Also Read: બાંગ્લાદેશમાં હિંદુઓ પરની હિંસા અંગે આખરે પ્રિયંકા ગાંધીએ આપ્યું નિવેદન
અમેરિકા નજર રાખી રહ્યું છે : જીન પિયર
આ દરમ્યાન બાંગ્લાદેશમાં હિંદુઓ પર તાજેતરના હુમલાઓ સામે વ્હાઇટ હાઉસની બહાર વિરોધ પ્રદર્શનમાં બોલતા, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જીન પિયરે કહ્યું કે યુએસ પરિસ્થિતિ પર નજર રાખશે. આનાથી આગળ મારી પાસે કહેવા કે ઉમેરવા માટે કંઈ નથી. જ્યારે અહીં કોઈપણ પ્રકારના માનવાધિકાર મુદ્દાની વાત આવે છે. ત્યારે અમારા રાષ્ટ્રપતિ જાહેરમાં અને ખાનગી બંને રીતે સ્પષ્ટ રીતે બોલવામાં ખૂબ જ સુસંગત રહ્યા છે.
કુગેલમેને પણ આરોપોને ફગાવી દીધા હતા
આ પૂર્વે પણ એક ન્યૂઝ એજન્સી સાથેની એક મુલાકાતમાં, યુએસ સ્થિત વિદેશ નીતિ નિષ્ણાત અને વિલ્સન સેન્ટરમાં દક્ષિણ એશિયા સંસ્થાના ડિરેક્ટર માઈકલ કુગેલમેને શેખ હસીનાની હકાલપટ્ટી પાછળ વિદેશી હસ્તક્ષેપના આરોપોને નકારી કાઢ્યા હતા. તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે આ દાવાઓને સમર્થન આપતા કોઈપણ પ્રકારના પુરાવા મળ્યા નથી.