ટોપ ન્યૂઝનેશનલ

યુપી એન્કાઉન્ટર: મહિલા કોન્સ્ટેબલ પર હુમલાના આરોપીનું એન્કાઉન્ટરમાં મોત, ત્રણ પોલીસકર્મી ઘાયલ

અયોધ્યા-સરયૂ એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો કરનાર આરોપી અનીશ ખાન શુક્રવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો. તેના બે સાથી આઝાદ અને વિશ્વંભર દયાલ ઘાયલ થયા હતા. 30 ઓગસ્ટે સરયૂ એક્સપ્રેસ ટ્રેનમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલો થયો હતો. મહિલા કોન્સ્ટેબલ ટ્રેનના ફ્લોર પર લોહીથી લથપથ હાલતમાં મળી આવી હતી. યુપી પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) સતત આરોપીને શોધી રહી હતી. આજે થયેલા એન્કાઉન્ટરમાં એક એસઓ અને બે કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા છે. યુપી સરકારે આરોપીઓ પર 1 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું.

ઉત્તર પ્રદેશ પોલીસના વરિષ્ઠ અધીઅકારીએ જણાવ્યું હતું કે સરયૂ એક્સપ્રેસમાં મહિલા કોન્સ્ટેબલ પર હુમલાનો મુખ્ય આરોપી અનીસ ખાન એન્કાઉન્ટરમાં ઘાયલ થયો હતો અને બાદમાં તેનું મૃત્યુ થયું હતું. એન્કાઉન્ટરમાં તેના બે સહયોગી આઝાદ અને વિશંભર દયાલ દુબે ઘાયલ થયા હતા. બંનેની ધરપકડ કરવામાં આવી છે. આ એન્કાઉન્ટર અયોધ્યાના પુરા કલંદરમાં થયું હતું. આ ત્રણેય આરોપીઓ ટ્રેનોમાં લૂંટની ઘટનાઓને અંજામ આપતા હતા.

30 ઓગસ્ટના રોજ સરયૂ એક્સપ્રેસમાં મહિલા હેડ કોન્સ્ટેબલ પર હુમલો થયો હતો. મહિલા કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં લખનઉ ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવી હતી જ્યાં તેની સારવાર ચાલી રહી છે. ઘટનાની તપાસ કરવા માટે એસટીએફ અને જીઆરપી તૈનાત કરવામાં આવી હતી. કોર્ટે પણ આ બાબતની નોંધ લીધી હતી અને મધ્યરાત્રિએ કોર્ટ ખોલીને સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

મળતી માહિતી મુજબ, એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા અનીસે મહિલા કોન્સ્ટેબલની છેડતી કરવાનું શરૂ કરી દીધું હતું. જ્યારે મહિલા કોન્સ્ટેબલે બદમાશને પછાડી દીધો ત્યારે ત્રણેય બદમાશોએ મહિલા પર જીવલેણ હુમલો કર્યો. જ્યારે અયોધ્યા પહેલા ટ્રેન ધીમી પડી ત્યારે ત્રણ બદમાશો ત્યાંથી ભાગી ગયા હતા. હવે યુપી એસટીએફએ અને અયોધ્યા પોલીસે મહિલા કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો કરનાર ગુનેગારને ઠાર માર્યો છે. માર્યા ગયેલા ગુનેગાર અનીસના અન્ય બે સહયોગી આઝાદ અને વિશંભર દયાલ ઉર્ફે લલ્લુ ઘાયલ થયા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button