નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરી, 2025 ના રોજ નાણાકીય વર્ષ 2025-26 માટે સામાન્ય બજેટ રજૂ કરશે. 1 ફેબ્રુઆરીએ શનિવાર હોવા છતાં, બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ખુલ્લા રહેશે. સામાન્ય રીતે શનિવાર અને રવિવારે શેરબજાર બંધ રહે છે. પરંતુ તેઓ ખાસ સંજોગોમાં ખોલવામાં આવે છે.ને રવિવારે શેરબજાર બંધ રહે છે. પરંતુ તેઓ ખાસ સંજોગોમાં ખોલવામાં આવે છે.
આ પણ વાંચો : મજબૂરી કા નામ નીતીશ કુમાર? ભાજપે ચૂંટણી માટે મુખ્ય પ્રધાનનો ચહેરો કર્યો જાહેર…
શેરબજાર રહેશું ખુલ્લુ
2025-26 માટે કેન્દ્રીય બજેટની રજૂ થવાનું હોય માટે શનિવાર, 1 ફેબ્રુઆરી, 2025ના રોજ શેરબજારો વેપાર માટે ખુલ્લા રહેશે. બંને શેરબજારમાં ટ્રેડિંગ સામાન્ય કામકાજના દિવસોની જેમ સવારે 9.15 થી બપોરે 3.30 વાગ્યા સુધી રહેશે. આ પહેલા, 1 ફેબ્રુઆરી 2020 અને 28 ફેબ્રુઆરી 2015ના રોજ શનિવાર હોવા છતાં શેરબજારો બજેટના દિવસોમાં ટ્રેડિંગ માટે ખુલ્લા હતા. 2001ના વર્ષમાં બજેટને સાંજે 5 વાગ્યાને બદલે સવારે 11 વાગ્યે કરવામાં આવ્યો ત્યારથી શેરબજાર હંમેશા સામાન્ય સમય દરમિયાન ખુલ્લું રહે છે.
1999 સુધી હતો બ્રિટિશકાળનો સમય
વર્ષ 1999 સુધી બજેટ સાંજે 5 વાગ્યે રજૂ થતું હતું. આ પરંપરા બ્રિટિશ સરકારના સમયથી ચાલી રહી હતી, કારણ કે તેના દ્વારા લંડન અને ભારતમાં એક સાથે જાહેરાત કરી શકાતી હતી. ભારત બ્રિટન કરતાં 5 કલાક 30 મિનિટ આગળ છે, તેથી ભારતમાં સાંજે 5 વાગ્યાનો સમય સવારે 11:30ના બરાબર હતો.
આ પણ વાંચો : અલવિદાઃ જાણીતા દિગ્દર્શક શ્યામ બેનેગલનું 90 વર્ષે નિધન…
યશવંત સિંહાએ સમય બદલ્યો
અટલ બિહારી વાજપેયીની આગેવાની હેઠળની સરકારમાં તત્કાલિન નાણામંત્રી યશવંત સિંહાએ બજેટ રજૂ કરવાના સમયમાં ફેરફાર કર્યો હતો. તેમણે 27 ફેબ્રુઆરી 1999ના રોજ સાંજેને બદલે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કર્યું હતું. આ 2 કારણોસર કરવામાં આવ્યું હતું. પ્રથમ- ભારત હવે બ્રિટિશ વસાહત ન હતું. તેથી જૂના સમયને અનુસરવાનું કોઈ કારણ નહોતું. બીજું- સમય બદલવામાં આવ્યો જેથી સાંસદો અને અધિકારીઓને બજેટનો અભ્યાસ અને ચર્ચા કરવા માટે વધુ સમય મળે.