પશ્ચિમ આફ્રિકાના દેશમાં બે ભારતીય નાગરીકોના શંકાસ્પદ સ્થિતિમાં મોત, દુતાવસે આપી માહિતી

નવી દિલ્હી: પશ્ચિમ આફ્રિકન દેશ કોટ ડી’આઈવરી(Côte d’Ivoire)માં બે ભારતીય નાગરિકોના શંકસ્પદ સ્થિતિમાં મોત થતા હતા. ભારતીય દૂતાવાસે બે ભારતીય નાગરિકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. મૃતકોની ઓળખ સંતોષ ગોયલ અને સંજય ગોયલ તરીકે થઇ છે. દૂતાવાસે મૃતકના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને આ મુશ્કેલ સમયમાં તેમને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી હતી.
ભારતીય દૂતાવાસે X પર પોસ્ટ કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે તે મૃતદેહોને ભારત પરત લાવવાની સુવિધા માટે સ્થાનિક અધિકારીઓ સાથે સક્રિય રીતે સંકલન કરી રહ્યા છે. દૂતાવાસે એમ પણ કહ્યું છે કે તે પીડિત પરિવારને શક્ય તમામ મદદ કરશે. વધુમાં, દૂતાવાસે ભારપૂર્વક જણાવ્યું હતું કે તે ભારતીય નાગરિકોના મૃત્યુની સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે કામ કરી રહ્યા છે.
દૂતાવાસના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ પરિસ્થિતિમાં સ્પષ્ટતા લાવવા માટે અમે સંબંધિત અધિકારીઓ સાથે સહયોગ લઈશું. અમે આ બાબતની સંપૂર્ણ તપાસ સુનિશ્ચિત કરવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે મળીને કામ કરી રહ્યા છીએ. અમારી પ્રાથમિકતા આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના સાથે સંબંધિત તથ્યો શોધવાની અને શોકગ્રસ્ત પરિવારને જવાબ આપવાની છે.