હાવડા: બંગાલના ઉલુબેરિયા પાસે એક મોટી રેલ દુર્ઘટના ટળી ગઇ છે. હાવડાથી મુંબઇ જઇ રહેલ ટ્રેનના બે ડબ્બા અચાનક અલગ થઇ ગયા હતાં. સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થવાની કોઇ જાણકારી હજી સુધી મળી નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર બંગાલના ઉલુબેરિયા પાસે એક મોટી હોનારત થતા બચી ગઇ છે. હાવડાથી મુંબઇ જઇ રહેલી ટ્રેનના બે ડબ્બા અલગ થઇ ગયા હતાં. સૌથી મહત્વની વાત તો એ છે કે આ ઘટનામાં અત્યાર સુધી કોઇ જાનહાની જાણકારી મળી નથી. અધાકરીઓએ જણાવ્યું કે આ ઘટના લગભગ ગઇ કાલે રાત્રે 9:30 વાગ્યાની છે. હાવડા-મુંબઇ મેલ (12810)ના બે ડબ્બા બિરશીબપુર પાસે અલગ થઇ ગયા હતાં.
રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ આવું થવાનું કારણ એ છે કે ટ્રેનની સ્પીડ ધીમી હતી. સાઉથ ઇસ્ટર્ન રેલવે ચીફ પબ્લિક રિલેશન ઓફિસર આદિત્ય ચૌધરીએ જણાવ્યું કે, આ ઘટનાની જાણ થતાં જ સિનિયર ઓફીસર્સ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. અને પરિસ્થીતીની જાણકારી મેળવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ જ વર્ષે જૂન મહિનામાં પશ્ચિમ બંગાલના બાંકુડામાં એક મોટી રેલ દુર્ઘટના ઘટી હતી. બે માલગાડીઓ એક બીજા સાથે ટકરાતા 12 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતાં. જ્યારે એક માલગાડી ઓંડા સ્ટેશન પરથી જઇ રહી હતી ત્યારે બીજી માલગાડીએ તેને ટક્કર મારી હતી. આ દુર્ઘટના બાદ ખડર્ગપુર-બાંકુરા-આદ્રા લાઇન પર ટ્રેન સેવા ખોરંભાઇ હતી. જોકે આ દુર્ઘટનામાં પણ સદનસીબે કોઇ જાનહાની થઇ નહતી.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને