ટ્રમ્પે લીધો વધુ એક મોટો નિર્ણય, શિક્ષણ વિભાગ કરશે બંધ…

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પે પદભાર સંભાળ્યા બાદ એક બાદ એક મોટા નિર્ણય લઈ રહ્યા છે. હવે તેમણે શિક્ષણ વિભાગને બંધ કરવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા. વ્હાઈટ હાઉસના ઈસ્ટ રૂમમાં બનાવવામાં આવેલી ડેસ્ક પર બેઠેલા સ્કૂલના બાળકોથી ઘેરાયેલા એક વિશેષ સમારંભમાં ટ્રમ્પે આ હસ્તાક્ષર કર્યા હતા.
આ પણ વાંચો: ઈલોન મસ્કની કંપની X એ ભારત સરકાર સામે કોર્ટ કેસ દાખલ કર્યો, લગાવ્યા ગંભીર આરોપ…
આ અવસર પર ટ્રમ્પે કહ્યું કે, અમે તેને બંધ કરવા જઈ રહ્યા છીએ અને શક્ય તેટલા વહેલા બંધ કરીશું. તેનાથી અમને કોઈ ફાયદો થવાનો નથી. અમે શિક્ષણને તેનું જ્યાં સ્થાન છે તેવા રાજ્યોમાં પરત લઈ જઈશું. અમેરિકાના કાયદા મુજબ 1979માં બનેલા શિક્ષણ વિભાગને કૉંગ્રેસની મંજૂરી વગર બંધ કરી શકાતા નથી. ટ્રમ્પ પાસે તેને આગળ વધારવા માટે વોટ નથી. જોકે ટ્રમ્પે કાર્યકારી આદેશ પર સહી કરતા તેમની માટે કાનૂની પરેશાની ઉભી થઈ શકે છે.
આ પણ વાંચો:છત્તીસગઢમાં 22 નકસલી ઠાર, મોટી માત્રામાં હથિયાર અને દારૂગોળો મળ્યો
ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન જો તેઓ સત્તામાં આવશે તો શિક્ષણનું વિકેન્દ્રીકરણ કરવાનો વાયદો કર્યો હતો. એટલે કે કેન્દ્ર સરકારના હાથમાં શિક્ષણનું સુકાન નહીં રહે. તેમણે કહ્યું હતું કે, તેઓ આ વિભાગની શક્તિઓ રાજ્ય સરકારોને સોંપી દેશે. ઘણા રિપબ્લિકન દાયકાથી આમ ઈચ્છે છે.