નવી દિલ્હી: ઉત્તર પ્રદેશ અને ગુજરાત રાજ્યમાંથી નોકરીમાંથી હટાવવામાં આવેલા ટ્રાન્સજેન્ડર શિક્ષકની અરજી પર સુપ્રીમ કોર્ટે શુક્રવારે જવાબ માંગ્યો હતો. એક ટ્રાન્સજેન્ડર શિક્ષકને તેનું જેન્ડર જાહેર કર્યા પછી તેના પદ પરથી હટાવી દેવામાં આવી હતી, જે પછી શિક્ષકે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. ઉત્તર પ્રદેશ અને ગુજરાતની વિવિધ ખાનગી શાળાઓએ શિક્ષકનું જેન્ડર જાહેર થયા બાદ તેમની સેવા સમાપ્ત કરી દીધી હતી.
સુનાવણી દરમિયાન, ભારતના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની ત્રણ ન્યાયાધીશોની બેન્ચે કહ્યું હતું કે ટીચર માટે કઈક કરવું પડશે. જેવી જ જે નોકરી પર જાય છે તેને હટાવી દેવામાં આવે છે. માત્ર ટ્રાન્સજેન્ડર હોવાના કારણે તેને નોકરી માંથી કાઢી મૂકવામાં આવે છે અને એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે કહેવામાં આવે છે. જેના અંતિમ નિકાલ માટે અમે સોમવારે સુનાવણી કરીશું. અગાઉ, સર્વોચ્ચ અદાલતે ગુજરાતના જામનગરની એક શાળાના પ્રમુખ અને ઉત્તર પ્રદેશના ખેરીની અન્ય ખાનગી શાળાના અધ્યક્ષ પાસેથી જવાબ માંગ્યો હતો.
બેન્ચે યુપી અને ગુજરાત રાજ્યોને આ દરમિયાન તેમની દલીલો પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો હતો. ટ્રાન્સજેન્ડરના વકીલે બેંચને જણાવ્યુ કે જ્યારે શાળને ખબર પડી કે તે ટ્રાન્સજેન્ડર છે, તો તેને શાળામાં આવતા રોકવામાં આવી. અને તેને લેટર આપવામાં આવ્યો જેમાં કહેવામા આવ્યું કે તમે એક સારા ઇંગ્લિશ ટીચર છો પરંતુ સામાજિક ટીચર નહીં.
પત્રમાં આગળ એ પણ ઉલ્લેખ હતો કે જ્યારે મહિલા હોસ્ટેલને આ બાબતની ખબર પડશે તો તે સહજ નહીં બની રહે. જો કે ગુજરાત સરકાર તરફથી રોકાયેલા વકીલે દલીલ કરી હતી કે શાળાએ તેને નોકરીની ઓફર કરી હતી પરંતુ તેને ઠુકરાવી દીધી હતી.
પિટિશનર જેન કૌશિકે તેની અરજીમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેને યુપીમાં નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો અને ત્યાં 6 દિવસ તેને ભણાવ્યું. ત્યારબાદ ગુજરાતમાં તેને નિમણૂક પત્ર આપવામાં આવ્યો હતો અને તેની જેન્ડર ઓળખ જાણ્યા બાદ તેને શાળામાં આવતા અટકાવવામાં આવી હતી.
અરજદારે તેની બરતરફીને પડકારી છે અને તેની લિંગ ઓળખને કારણે તેને જે ભેદભાવ અને ઉત્પીડનનો સામનો કરવો પડ્યો છે તે દર્શાવ્યું છે. પિટિશનમાં કેન્દ્ર સરકાર પાસેથી યોગ્ય માર્ગદર્શિકાની માંગ કરવામાં આવી છે કે જેથી અન્ય કોઈ ટ્રાન્સજેન્ડરને તે જે મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહી હોય તેનો સામનો ન કરવો પડે.