ટોપ ન્યૂઝવિજ્ઞાન અને ટેકનોલોજી

દુશ્મનો પર તૂટી પડશે ‘આકાશ’ મિસાઈલ, જાણો ખાસિયતો

નવી દિલ્હી: ભારતીય વાયુસેના પોતાની ક્ષમતાઓ વધારી રહી છે. જેના સંદર્ભમાં આંધ્ર પ્રદેશમાં સૂર્યલંકા એરફોર્સ સ્ટેશન ખાતે અસ્ત્રશક્તિ 2023 કવાયત કરવામાં આવી હતી, જે દરમિયાન સ્વદેશી આકાશ મિસાઇલ સિસ્ટમની ફાયરપાવર ક્ષમતાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આકાશ મિસાઈલ એક સાથે ચાર નહીં, પરંતુ 64 જેટલા હુમલા કરવા માટે સક્ષમ છે.

ભારતીય હવાઈ દળ દ્વારા આયોજિત અસ્ત્રશક્તિ કવાયત દરમિયાન એક આકાશ મિસાઈલ સિસ્ટમે એક સાથે ચાર માનવરહિત હવાઈ લક્ષ્યાંકોને નિશાન બનાવ્યા હતા. આ પ્રદર્શનનું આયોજન 12 ડિસેમ્બરના રોજ કરવામાં આવ્યું હતું.

જેમાં એક જ ફાયરિંગ યુનિટનો ઉપયોગ કરીને કમાન્ડ ગાઈડન્સ દ્વારા લગભગ 25 કિમીના અંતરે એકસાથે ચાર લક્ષ્યોને ટારગેટ કરવાની ક્ષમતા દર્શાવનાર ભારત પહેલો દેશ બન્યો છે. આ કવાયત દરમિયાન ચાર લક્ષ્યોને અલગ અલગ દિશામાં મોકલવામાં આવ્યા હતા તેમ છતાં આકાશ મિસાઈલ સિસ્ટમે એક સાથે ચારે ટાર્ગેટ પર હુમલો કર્યો હતો.
આકાશ મિસાઈલની સાથે સાથે યુનિટને ફાયરિંગ લેવલ રડાર, એક ફાયરિંગ કંટ્રોલ સેન્ટર, બે આકાશ એરફોર્સ લૉન્ચર્સ અને પાંચ સશસ્ત્ર મિસાઇલો પણ આ કવાયત માટે સ્ટેન્ડ બાય રાખી હતી.

આ મિસાઇલને ખૂબ જ ટૂંકા ગાળામાં બનાવવામાં આવી હતી. આજે કુલ 4 મિસાઇલ લોન્ચ કરવામાં આવી હતી અને એ ચારેય મિસાઇલોને લક્ષ્યો તરફ નિર્દેશિત કરી અને હવામાં છોડી દેવામાં આવી હતી ત્યારે આ ચારેય મિસાઇલો 30 કિ.મી. સુધી પોતાના લક્ષ્ય પાછળ સફળતાપૂર્વક પહોંચી હતી. નોંધનીય છે કે આકાશ મિસાઇલ સિસ્ટમ એ પ્રથમ સ્વદેશી અત્યાધુનિક સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઇલ સિસ્ટમ છે.

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનના જણાવ્યા પ્રમાણે આકાશ શસ્ત્રપ્રણાલી ડીઆરડીઓ દ્વારા ડિઝાઇન અને વિકસિત કરવામાં આવી છે. આ સિસ્ટમને 2019માં ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવી હતી તેમ જ અત્યારે આ મિસાઈલમાં ઘણું એડવાન્સ વર્ઝન ઉમેરવામાં આવ્યું છે અને આજે તેનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button