ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

‘ગાઝામાં યુદ્ધ વિરામ નહીં થાય’ ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુએ સ્પષ્ટતા કરી

ઇઝરાયલ અને હમાસ વચ્ચે શરુ થયેલા યુદ્ધને 24 દિવસ થઇ ગયા છે. ઇઝરાયલની સેના ગાઝામાં સતત હુમલા કરી રહી જેમાં દરરોજ બાળકો અને મહિલાઓ સહીત સામાન્ય નાગરિકોના મોત થઇ રહ્યા છે. દુનિયાભરના સંગઠનો યુદ્ધ વિરામની માંગ કરી રહ્યા છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાને યુદ્ધવિરામ બાબતે વલણ  સ્પષ્ટ કરી દીધું છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે તેઓ યુદ્ધવિરામ માટે સહમત નહીં થાય કારણ કે તે આત્મસમર્પણ કરવા જેવું હશે.

ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોમવારે મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે હું યુદ્ધવિરામને બાબતે ઈઝરાયેલની સ્થિતિ સ્પષ્ટ કરવા ઈચ્છું છું. ઈઝરાયેલ 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં યુદ્ધવિરામની જાહેરાત કરી શકે નહીં. ઇઝરાયલ માટે યુદ્ધવિરામ એ હમાસ સામે શરણાગતિ સ્વીકારવા સમાન છે. તે આતંકવાદ સામે આત્મસમર્પણ કરવા જેવું છે. બાઇબલ કહે છે કે એમ આ શાંતિનો અને યુદ્ધનો બંનેનો સમય છે.

નેતન્યાહુએ વધુમાં કહ્યું કે હવે લોકો માટે નક્કી કરવાનો સમય આવી ગયો છે કે તેઓ ભવિષ્ય માટે લડવા તૈયાર છે કે પછી જુલમ અને આતંક સામે શરણે જવા. હમાસે ઑક્ટોબર 7 ના રોજ જે કર્યું તે આપણને યાદ અપાવે છે કે જ્યાં સુધી આપણે ક્રૂર લોકો સામે લડીશું નહીં ત્યાં સુધી અમે વધુ સારા ભવિષ્યનું નિર્માણ નહીં કરી શકીએ. બર્બરતાનો ઉદ્દેશ્ય આપણા ભવિષ્યને નષ્ટ કરવાનો છે. તેમણે કહ્યું કે ઇઝરાયલે યુદ્ધ શરૂ કર્યું નથી. અમે યુદ્ધ નથી ઈચ્છતા. પરંતુ અમે આ યુદ્ધ જીતીશું.

ઈઝરાયલના વડા પ્રધને કહ્યું કે હમાસને ફંડ આપવામાં ઈરાન મહત્વની ભૂમિકા ભજવે છે. હમાસે નાના બાળકોને તેમની માતા પાસેથી છીનવી લીધા. હમાસના આતંકવાદીઓએ લોકોને જીવતા સળગાવી દીધા. મહિલાઓ પર બળાત્કાર કર્યો. પુરુષોનું માથું કાપી નાખ્યું. યહૂદીઓનો નરસંહાર કર્યો. બાળકોનું અપહરણ કર્યું. ઈઝરાયેલ સભ્યતાના દુશ્મનો સામે લડી રહ્યું છે. આ સારા અને અનિષ્ટનું યુદ્ધ છે. ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સોમવારે કેબિનેટની બેઠક યોજી હતી. આ દરમિયાન તેણે કહ્યું કે અમે હમાસની સૈન્ય અને શાસન ક્ષમતાઓને નષ્ટ કરી દઇશું

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત