5 રાજ્યોમાં ચૂંટણી પૂરી થતા જ એલપીજી ગેસના ભાવમા વધારો, આજથી આ ભાવે મળશે સિલિન્ડર

5 રાજ્યોમાં ચૂંટણી પૂરી થતા જ એલપીજી ગેસના ભાવમા વધારો, આજથી આ ભાવે મળશે સિલિન્ડર

નવી દિલ્હી: દેશના 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થઇ ગઈ છે, આજે 1લી ડિસેમ્બરથી એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો થયો છે. 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના દરમાં 21 રૂપિયાનો વધારો કરવામાં કરવામાં આવ્યો છે. આજથી એટલેકે 1 ડિસેમ્બર, 2023 થીરાજધાની દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર 1796.50 રૂપિયાના ભાવે મળશે, જ્યારે ગયા મહિને એલપીજી ગેસની કિંમત પ્રતિ સિલિન્ડર 1775.50 રૂપિયા હતી.

આજથી 19 કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડર દિલ્હીમાં રૂ. 1796.50, કોલકાતામાં રૂ. 1908.00, મુંબઈમાં રૂ. 1749.00 અને ચેન્નાઈ રૂ. 1968.50ના ભાવે મળશે.

14.2 કિગ્રાના ઘરેલું એલપીજી સીલીન્ડરના ભાવમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. સામાન્ય એલપીજી સિલિન્ડર ગ્રાહકોને ન તો કોઈ રાહત મળી છે કે ન તો તેમના ગેસ સિલિન્ડરના દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો છે.

ગયા મહિનાની પહેલી તારીખ એટલે કે 1લી નવેમ્બરે પણ એલપીજી 19 કિલોનું કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાથી વધુનો વધારો કરવામાં આવ્યો હતો. 1 ઓક્ટોબરે એલપીજી 1731.50 રૂપિયા પર હતો જ્યારે 1 નવેમ્બરે તેનો દર 101.50 રૂપિયા મોંઘો થયો અને તે સિલિન્ડર દીઠ 1833 રૂપિયા થઈ ગયો. આ પછી, 16 નવેમ્બરે, કોમર્શિયલ ગેસની કિંમતમાં ઘટાડો થયો અને તે 57.05 રૂપિયા સસ્તો થયો અને 1775.50 રૂપિયા થયો.

કોમર્શિયલ ગેસની વધતી કિંમતની અસર ફૂડ ઈન્ડસ્ટ્રી અને રેસ્ટોરન્ટ બિઝનેસ પર વધુ જોવા મળશે. સામાન્ય લોકો માટે બહાર ખાવાનું વધુ મોંઘું થઇ શકે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button