
મુંબઈ: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર તેમના ઘરમાં એક હુમલાખોરે છરી વડે હુમલો કરતા ખળભળાટ મચી (Attack on Saif Ali Khan) ગયો હતો, ઈલાજ માટે સૈફને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. હવે સૈફને હોસ્પિટલમાંથી રજા તો આપી દેવામાં આવી છે, પણ સમગ્ર ઘટનાક્રમ અંગે ઘણા વિવાદો ઉભા થયા છે, મંત્રી કક્ષાને આગેવાનોએ સૈફ પર હુમલા અને તેને થયેલી ઈજા અંગે સવાલો ઉઠાવી ચુક્યા છે. એવામાં પોલીસે પકડેલા કથિત હુમલાખોરના પિતાએ દાવો કર્યો છે કે તેના દીકરાને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.
આ કેસમાં પોલીસે બાંગ્લાદેશના રહેવાસી શરીફુલ ઇસ્લામ શહેઝાદ મોહમ્મદ રોહિલા અમીન ફકીર નામના શખ્સની ધરપકડ કરી છે, હાલ તેણી તપાસ કરવામાં આવી રહી છે. આરોપીના પિતા મોહમ્મદ રુહુલ અમીન ફકીરે તાજેતરમાં એક નિવેદનમાં જણાવ્યું કે સીસીટીવી કેમેરા ફૂટેજમાં દેખાતો શંકાસ્પદનો ચેહરો તેમના દીકરા દેખાવ સાથે મેળ ખાતો નથી.
‘મારા દીકરાના વાળ આવા નથી’:
આરોપીના પિતાએ જણાવ્યું કે “સીસીટીવીમાં જે દેખાય છે તે પરથી… મારો દીકરો ક્યારેય વાળ લાંબા રાખતો નથી. મને લાગે છે કે મારા દીકરાને ફસાવવામાં આવી રહ્યો છે,” આરોપીના પિતાના જણાવ્યા મુજબ, તેમના દેશમાં રાજકીય અશાંતિને કારણે શરીફુલ ભારત આવી ગયો હતો.
આ પણ વાંચો…Dhanshree Verma અને Yuzvendra Chahalએ માંડ્યું શું છે? ચહલે ક્રિપ્ટિક પોસ્ટ શેર કરતાં…
દીકરો રોજગારી માટે ભારત આવ્યો:
આરોપીના પિતાએ કહ્યું કે તેમનો દીકરો ફક્ત વિદેશમાં રહીને ગુજરાન ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, અને શહેરની હોટલોમાં વધુ પગાર મળવાને કારણે શરૂઆતમાં પશ્ચિમ બંગાળમાં રહ્યા પછી તે મુંબઈ ગયો હતો. તેમના દીકરા સામેના આરોપોની ગંભીર હોવા છતાં, તેમને પોલીસ તરફથી કોઈ મેસેજ મળ્યો નથી. અમે ભારતમાં કોઈને ઓળખતા નથી. ભારતમાં અમારો કોઈ સહારો નથી.