ટોપ ન્યૂઝ

દુનિયાના લોકપ્રિય નેતામાં મોદી નંબર વન

ઈટલીનાં વડા પ્રધાનનો દબદબો પણ વધ્યો

નવી દિલ્હીઃ દુનિયાના સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો દબદબો જોવા મળ્યો છે. દુનિયાના સૌથી લોકપ્રિય નેતાના એક સર્વેક્ષણમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીને 76 ટકા એપ્રુવલ રેટિંગ સાથે પહેલા ક્રમે રહ્યા હોવાનું જણાવાયું છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન સહિત દુનિયાના તમામ દિગ્ગજ નેતાઓને પાછળ રાખી દીધા છે. આ સર્વેમાં સૌથી ચોંકાવનારી બાબત એ છે કે કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો આ લિસ્ટમાં ટોપ ટેનમાં પણ જગ્યા મળી નથી. જસ્ટિન ટ્રુડોને 13મા ક્રમે રહ્યા છે.

ગ્લોબલ લીડર એપ્રુવલ સર્વેક્ષણ અનુસાર પીએમ નરેન્દ્ર મોદી રેટિંગમાં પહેલા ક્રમે રહ્યા છે, જ્યારે બીજા ક્રમે રહેલા મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેજ ઓબ્રેડોરથી 10 ટકા વધુ છે.

અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેન 37 ટકા એપ્રુવલ રેટિંગની સાથે યાદીમાં આઠમા ક્રમે છે. રેટિંગના અનુસાર સ્વિટર્ઝરલેન્ડના રાષ્ટ્રપતિ એલન બર્સેટ 58 ટકા એપ્રુવલ રેટિંગની સાથે ત્રીજા ક્રમે છે.

આ સર્વેમાં ઈટલીનાં વડા પ્રધાન જોર્જિયા મેલોનીની લોકપ્રિયતામાં વધારો થયો છે. સૌથી લોકપ્રિય નેતાઓની યાદીમાં છઠ્ઠા ક્રમે રહ્યા છે. પીએમ મોદીની રેટિંગ ઓસ્ટ્રેલિયન પીએમ એન્થની અલ્બનીસ, કેનેડિયન વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો સહિત અન્ય નેતાઓથી આગળ હોવાનું સર્વેમાં જણાવ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

One Comment

  1. આમા સવાલ જ નથી ઉભો થતો, મોદી હે તો મુનકીન હે, મોદી હે તો ગેરંટી હે,

Back to top button