ટોપ ન્યૂઝનેશનલ

2023ની એ મહત્ત્વની ક્ષણો કે જ્યારે પીએમ મોદીએ દેશવાસીઓના દિલ જીતી લીધા…

25મી નવેમ્બરના બેંગ્લોર સ્થિત સરકારી હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે તેજસ ફાઈટર જેટ ઉડાડ્યું હતું. આવું સાહસી કારનામું કરનાર તેઓ ભારતના પહેલાં વડા પ્રધાન બની ગયા ગયા હતા. પીએમ મોદીના ફાઈટર પ્લેન ઉડાડતા ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયા હતા.

https://twitter.com/i/status/1726863950254682442

2023માં અમદાવાદ ખાતે ઓસ્ટ્રેલિયા સામે ભારતીય ટીમ વર્લ્ડકપ હારી ગઈ હતી અને સમયે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડ્રેસિંગ રૂમ પહોંચ્યા હતા. એટલું જ નહીં તેમણે નિરાશ થઈ ગયેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો જુસ્સો વધાર્યો હતો. સોશિયલ મીડિયા પર પીએમ મોદીનો વીડિયો ધૂમ વાઈરલ થયો હતો અને તેમની ખેલદિલીએ લોકોના દિલ જિતી લીધા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બાળકોનું કનેક્શન તો એકદમ જગજાહેર છે. 2023માં પણ એવા ઘણા પ્રસંગો જોવા મળ્યા કે જ્યાં પીએમ મોદીએ બાળકો સાથે હળવી પળો માણી હતી એમાંથી જ એક ઘટના વિશે આપણે વાત કરી રહ્યા છીએ. 16મી નવેમ્બરના પીએમ મોદી કેટલાક બાળકોને મળ્યા હતા અને તેમણે બાળકો સાથે કોઈનની એક ટ્રિક કરી હતી અને આ વીડિયોએ પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થયો હતો. આ વીડિયોને કેપ્શન આપતા ભાજપે એવું લખ્યું હતું કે પીએમ મોદી બાળકો સાથે બાળક થઈ જાય છે.

પહેલી ડિસેમ્બરના જ્યારે COP28 સમિટ નિમિત્તે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈટાલિયન વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીની એક સેલ્ફી વાઈરલ થઈ હતી. આ ફોટોની સાથે સોશિયલ મીડિયા પર Melodi હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યું હતું અને નેટિઝન્સે તો આ ફોટોને સેલ્ફી ઓફ ધ યર જાહેર કરી દીધી હતી. પીએમ પીએમ મોદીએ પણ આ ફોટોને રીટ્વીટ કરતાં લખ્યું હતું કે મિત્રોને મળવાનું હંમેશા સુખદ હોય છે.

https://twitter.com/i/status/1672442800053555202

હોલીવૂડની એક્ટ્રેસ અને સિંગર મેરી મિલબેને 24મી જૂનના વોશિંગટન ડીસીમાં રોનાલ્ડ રીગન બિલ્ડિંગ અને ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટરમાં પગે પાડીને પીએમ મોદીના આશીર્વાદ લીધા હતા. 38 વર્ષીય સિંગરના આ સ્વીટ ગેસ્ચરની તમામ લોકોએ ખૂબ જ વખાણ કર્યા હતા. એટલું જ નહીં પણ મિલબેને આ જ બિલ્ડિંગમાં યોજાયેલા કાર્યક્રમમાં ભારતનું રાષ્ટ્રગીત પણ ગાયું હતું.

23મી ઓગસ્ટના વડા પ્રધાન નરેન્દ્ર મોગી સાઉથ આફ્રિકાના જ્હોન્સબર્ગમાં 15મી બ્રિક્સ સમિટમાં ગ્રુપ ફોટો માટે જ્યારે અન્ય નેતાઓ સાથે સ્ટેજ પર જઈ રહ્યા હતા એ સમયે તેમણે સ્ટેજ પર તિરંગો નીચે પડેલો જોયો હતો અને પીએમ મોદીએ તરત જ તિરંગો ઉઠાવીને પોતાના ખિસ્સામાં મૂકી દીધો હતો. પોતાના રાષ્ટ્ર ધ્વજ પ્રત્યેના પીએમ મોદીના આ સમ્માનની અન્ય દેશના નેતાઓએ વખાણ કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button