ટોપ ન્યૂઝનેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ચૂંટણી પંચે Modi government પર કરી લાલ આંખઃ આપ્યો આ આદેશ

નવી દિલ્હીઃ Election commision એક્શન મૂડમાં આવી ગયુ છે અને તેમણે મોદી સરકારને આદેશ આપ્યો છે. ચૂંટણી પંચે આઈટી મંત્રાલયને લોકોના વોટ્સએપ પર વિકસિત ભારત સંપર્ક મેસેજ મોકલવાનું તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે.
કમિશને આજે ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયને વોટ્સએપ પર વિકસિત ભારત સંપર્ક મેસેજ મોકલવાનું તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. ચૂંટણી પંચે આ બાબતે તરત જ MeitY (Ministry of Electronics and Information Technology) પાસેથી રિપોર્ટ માંગ્યો છે. આ અંગે ચૂંટણી પંચને અનેક ફરિયાદો મળી હતી. પંચે આજે આ અંગે કાર્યવાહી કરી છે.

EC એ IT મંત્રાલયને વોટ્સએપ પર વિકસિત ભારતના સંદેશાઓની ડિલિવરી તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ બાબતે સૂચનાનું પાલન થયું છે કે નહીં તે અંગેન રિપોર્ટ તાત્કાલિક MeitY પાસેથી માંગવામાં આવ્યો છે. સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત અને MCC લાગુ થવા છતાં હજુ પણ નાગરિકોના ફોન પર આવા સંદેશાઓ મોકલવામાં આવી રહ્યા છે તે અંગે કમિશનને ઘણી ફરિયાદો મળી હતી. જવાબમાં MeitYએ કમિશનને જાણ કરી હતી કે જો કે MCC લાગુ થયા પહેલા પત્રો મોકલવામાં આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે સરકારના IT મંત્રાલય દ્વારા લોકોના વોટ્સએપ પર વિકસિત ભારત સંપર્ક નામથી મેસેજ મોકલવામાં આવી રહ્યા હતા, જેમાં PM મોદીની ગેરંટી નામથી એક વીડિયો પ્રસારિત કરવામાં આવી રહ્યો હતો. આ અંગે ચૂંટણી પંચને અનેક ફરિયાદો કરવામાં આવી હતી. ભાજપ સરકાર સામાન્ય ચૂંટણીની તારીખની જાહેરાત બાદ આવા મેસેજ મોકલી રહી છે. સંદેશમાં લખવામાં આવ્યું હતું કે, નમસ્કાર, આ સંદેશ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની ભારત સરકારના વિકાસ ભારત સંપર્ક કેન્દ્ર દ્વારા મોકલવામાં આવ્યો છે.

આ પહેલા ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળના ડીજીપીની સાથે 6 રાજ્યોના ગૃહ સચિવને પણ હટાવ્યા હતા. જેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના ગૃહ સચિવોનો સમાવેશ થાય છે, આ સિવાય આયોગે મિઝોરમ અને હિમાચલ પ્રદેશમાં સામાન્ય વહીવટી વિભાગના સચિવને પણ હટાવ્યા છે. તેમ જ મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર અને એડિશનલ કમિશનરને પણ પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button