ટોપ ન્યૂઝનેશનલ

વડા પ્રધાને તેજસની ઉડાન ભરી તો કૉંગ્રેસે આપી આ સલાહ

તેજસ એરક્રાફ્ટ ઉડાડતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ફોટાઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે ત્યારે કૉંગ્રેસે તેમની ઝાટકણી કાઢી છે અને તેમને એક સલાહ પણ આપી છે. કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું, ‘તેજસ એ આપણી સ્વદેશી વૈજ્ઞાનિક અને ટેકનિકલ શક્તિ અને ક્ષમતાનું ઉદાહરણ છે, જે દાયકાઓના મજબૂત સંકલ્પનું પરિણામ છે. તેજસને એરોનોટિકલ ડેવલપમેન્ટ એજન્સી (ADA) દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. તેની સ્થાપના 1984માં થઈ હતી. તેમણે મોદીની ટીકા કરતા તેમને ઈલેક્શન ફોટોગ્રાફી માસ્ટર કહ્યા હતા અને સલાહ આપી હતી કે તેમણે 2014 પહેલા થયેલા પ્રયાસોને સ્વીકારવા જોઈએ અને તેનો ઉલ્લેખ કરવો જોઈએ.

અગાઉ પીએમ મોદીએ બેંગલુરુમાં ‘મેક ઇન ઇન્ડિયા’ મલ્ટી-રોલ ફાઇટર એરક્રાફ્ટને પણ મંજૂરી આપી હતી. તેમણે આજેબેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની સુવિધાની પણ મુલાકાત લીધી હતી. પીએમઓના જણાવ્યા અનુસાર તેઓ તેજસ જેટના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કરવા આવ્યા હતા. તેજસ ફાઇટર જેટ HAL દ્વારા જ વિકસિત કરવામાં આવ્યું છે, જે સ્વદેશી છે અને એક હળવું ફાઇટર એરક્રાફ્ટ છે. તેજસના બે સ્ક્વોડ્રનને ભારતીય વાયુસેનામાં સામેલ કરવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ તેજસની ફ્લાઈટની કેટલીક તસવીરો શેર કરી હતી અને પોતાનો અનુભવ પણ શેર કર્યો હતો. તેમણે ‘X’ પર લખ્યું,આજે તેજસમાં ઉડતી વખતે હું ખૂબ જ ગર્વ સાથે કહી શકું છું કે આપણી મહેનત અને સમર્પણને કારણે આપણે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં દુનિયામાં કોઈથી ઓછા નથી. ભારતીય વાયુસેના, DRDO અને HAL તેમજ તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…