આપણું ગુજરાતટોપ ન્યૂઝ

TET- TAT પાસ ઉમેદવાર શિક્ષકોની ત્રણ જ મહિનામાં થશે ભરતી; કેબિનેટમાં નિર્ણય

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં છેલ્લા બે દિવસથી TET- TATના ઉમેદવારો આક્રમક રીતે આંદોલન કરી રહ્યા હતા રાજ્ય સરકારમાં શિક્ષકોની ખાલી પડેલી 7500 જગ્યાઓ માટે વિધાર્થીઓ રમણે ચઢ્યા પછી આજે આ નોકરી વાંછું ઉમેદવારો માટે મોટા રાહતના સમાચાર આવ્યા છે. અને રાજ્ય સરકાર શિક્ષકોની ભરતી કરશે. આગામી ત્રણ જ મહિનામાં નવી ભરતી કરવાનો નિર્ણય રાજ્ય સરકારે કેબિનેટની બેઠકમાં લીધો છે, જેમાં ટેટ-1-2 પરીક્ષા પાસ ઉમેદવારો માટે નિયમો બનાવી ને ભરતી કરવામાં આવશે.

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનાં સલાહકાર અને અગાઉ કેન્દ્રમાં સચિવ તરીકે ફરજ બજાવી ચૂકેલા ડો હસમુખ અઢીયાની અધ્યક્ષતામાં એક બેઠક યોજાઇ હતી જેમાં શૈક્ષણ વિભાગના સચિવ સહિતનાં અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, આ બેઠકમાં રાજ્યમાં શિક્ષકોની ઘટ અને પ્રવર્તી સમસ્યાઓ પર વિષાદ ચર્ચા થઈ હતી. તત્કાળ બેઠક બોલાવવાઈ અને કેબિનેટની બેઠકમાંઆ આ અંગે નિર્ણય લેવાવો તેમાં બે દિવસીય આંદોલનની સફળતા જ છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી એ મંગળવારે ગાંધીનગરના પથિકાશ્રમ પર ચક્કાજામ સર્જ્યો હતો. અને વિવિધ જગ્યાએ વિધાર્થીઓએ પોતાની માંગણીને લઈને આક્રમક પ્રદર્શન કર્યા હતા. કહી શકાય કે કેબિનેટની બેઠકમાં પડઘો પડ્યો જ સાથે જ રાજ્ય સરકારે ત્વરિત નિર્ણય લઈને આગામી ત્રણ જ મહિનામાં શિક્ષકોની ભરતી કરવા એલાન કર્યું. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી રાજ્ય સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાનસહાયકોની ભરતી કરવામાં આવી રહી છે. જેને લઈને ઉમેદવારોના ભારે રોષ જોવા મળી રહ્યો હતો

આ પણ વાંચો : TET-TATના ઉમેદવારોનું કાયમી શિક્ષકોની ભરતીની માંગ સાથે આંદોલન

ગુજરાતની સરકારી-ગ્રાન્ટેડ પ્રાથમિક સ્કૂલોથી માંડી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં સરકારે જ્ઞાનસહાયકની યોજના અમલમાં મૂકી છે. ટેટ-ટાટ પાસ કર્યા બાદ પણ માત્ર 11 માસ માટે હંગામી નોકરી મેળવવાની હોવાથી ગત વર્ષે ભરતીમાં પ્રાથમિકથી માંડી માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિકમાં હજારો ઉમેદવારો નિમણૂંક બાદ પણ હાજર થયા ન હતા. પરિણામે શિક્ષકોની જગ્યાસંખ્યામાં ખાલી પડી છે. આ વર્ષે પણ સરકાર કરાર આધારીત જ્ઞાનસહાયકોની ભરતી કરવા જઈ રહી છે અને તે માટેની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે. આ કારણ ટેટ-ટાટ પાસ ઉમેદવારોમાં ભારે રોષ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો