તમિલનાડુ ભાજપે CM સ્ટાલિનને ચીનની ભાષામાં જન્મદિવસની શુભેક્ષા પાઠવી, આ છે કારણ | મુંબઈ સમાચાર
ટોપ ન્યૂઝનેશનલ

તમિલનાડુ ભાજપે CM સ્ટાલિનને ચીનની ભાષામાં જન્મદિવસની શુભેક્ષા પાઠવી, આ છે કારણ

તમિલનાડુ સરકારની ઈસરોને અભિનંદન આપતી એક જાહેરાતમાં ચાઈનાના રોકેટની તસ્વીર જોવા મળતા હોબાળો મચી ગયો હતો. DMKએ તેને ડિઝાઈનરની ભૂલ ગણાવી હતી. પરંતુ ભાજપ આ મુદ્દે DMK અને મુખ્યપ્રધાન એમ કે સ્ટાલિન(MK Stalin)નો પીછો નથી છોડી રહી. આજે 1 માર્ચે ભાજપે X પર પોસ્ટ કરીને મુખ્ય પ્રધાન સ્ટાલિનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી પરંતુ આ લખાણ ચાઈનાની મેન્ડરિન લિપીમાં લખવામાં આવ્યું છે. આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે તમિલનાડુ ભાજપ વતી, આપણા માનનીય CM એક કે સ્ટાલિનને તેમની પ્રિય ભાષામાં જન્મદિવસની શુભેચ્છા પાઠવવામાં આવે છે! તેઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવે!

તમિલનાડુ બીજેપીના સોશિયલ મીડિયા હેન્ડલે મેન્ડરિન લિપીમાં મુખ્ય પ્રધાન સ્ટાલિનને જન્મદિવસની શુભેચ્છા આપવા દરેકને અપીલ કરી હતી.

DMKના પોસ્ટમાં ચાઈનાનું રોકેટ દેખાયા બાદ DMK નેતાઓ ભાજપના નિશાના પર છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું કે “તેઓએ તમિલનાડુમાં ISRO લોન્ચપેડનો શ્રેય લેવા માટેના પોસ્ટરમાં ચીનનું સ્ટીકર ચોંટાડ્યું છે. આ આપણા અવકાશ વૈજ્ઞાનિકો, તમારા ટેક્સના પૈસા અને દેશનું અપમાન છે.”

DMK સાંસદ કનિમોઝીએ પૂછ્યું કે શું ભારતે ચીનને દુશ્મન દેશ જાહેર કર્યો છે? મોદીએ પોતે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું.

DMK સરકારના પ્રધાન અનિતા રાધાક્રિષ્નને સ્વીકાર્યું કે તે એક ભૂલ હતી જે ડિઝાઇનરની તરફથી થઈ હતી અને જેના પર કોઈનું ધ્યાન ગયું ન હતું.

Back to top button