ટોપ ન્યૂઝસુરત

સુરત શહેરે હવાની પણ બદલી સિરત, ‘દંગલ’માં ઇન્દોરને આપી ધોબી પછાડ

ગુજરાતનાં સ્વચ્છ શહેરોમાં સુરત હમેશા અવલ એટલે કે પહેલા બીજા સ્થાને રહે છે. ઈન્દોર પણ એક શહેર એવું છે જે સુરતને ટક્કર આપતું રહે છે.ત્યારે આ વખતે સ્વછ્તા ઉપરાંત સુરતને ‘ક્લીન એર સિટી‘ના દરજ્જાથી નવાજવામાં આવ્યું. રાજસ્થાનના જયપુરમાં ‘નેશનલ મિશન ફોર ક્લીન એર’ કાર્યક્રમ સમારોહ યોજાયો.

જેમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લીન એર સિટી’ના બહુમાન સાથે રૂ.1.5 કરોડની ઈનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુ. કમિશનરને અર્પણ કરાયા. સુરત સુરત શહેર આયોજનબદ્ધ રીતે દેશના અન્ય શહેરોને વાયુને સ્વચ્છ રાખવા માટે ટેક્નોલોજીનો પણ ઉપયોગ કરીને ખૂબ પ્રયત્ન થકી આ સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સ્વચ્છ સુરત શહેરની સાથે સાથે આબોહવા પણ સ્વચ્છ રહે તેના માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા હતા, જેમાં ખૂબ મોટી સફળતા સુરત શહેરને મળી છે. ઉલ્લેખનીય છે કે, ઈન્દોરને પછાડીને સુરત અવ્વલ આવ્યું છે.

ચોખ્ખી હવાનો સર્વે છે શું ?

ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન–એટેન્મેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા અને હવાના રજકણોમાં 30 % ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા 2019માં ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ’ની નવી પહેલ શરૂ કરવામાં આવી હતી. શહેરોનું મૂલ્યાંકન મુખ્યત્વે 8 પરિબળોને આધારે થાય છે.

જેમાં ઘનકચરાનું વ્યવસ્થાપન, રોડ ડસ્ટ, બાંધકામ અને ડિમોલિશન કચરામાંથી ઉત્પન્ન થતી ધૂળ, વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક ઉત્સર્જન, જનજાગૃતિના કાર્યક્રમો અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા પરિમાણો સામેલ હોય છે.

આપણ વાંચો: ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024’માં 131 શહેરોને પાછળ છોડી સુરત દેશમાં પ્રથમ ક્રમે…

સુરતના મેયર દક્ષેશ માવાણીએ સુરત શહેરે પ્રાપ્ત કરેલી સફળતા માટે સુરતીઓને યશ આપ્યો હતો. મેયરે જણાવ્યું હતું કે, સુરતને વાયુ સર્વેક્ષણમાં આ સિદ્ધિ હાંસલ કરવા માટે તમામ સાંસદો, ધારાસભ્યો, કોર્પોરેટરો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કમિશનર અને સમગ્ર સુરત મહાનગરપાલિકાની ટીમ સહિત તમામ સુરતવાસીઓનો સાથ સહકાર બદલ ખૂબ ખૂબ આભાર.

વૈશ્વિક લેવલ પર નજર

આ ઉપલબ્ધિ તમામ સુરત વાસીઓને સમર્પિત છે. આપણે સૌ સુરતવાસીઓ સાથે મળી સુરતને વિશ્વ કક્ષાએ આગળ વધવા સંકલ્પિત થઈએ. સુરત શહેર સ્વચ્છતાની સાથે સાથે વાયુ પણ સ્વચ્છ રહે તેના માટે જે કામ કર્યું છે, તેને આખરે સમગ્ર દેશે સ્વીકાર્યું છે.

સુરતીઓ અને કોર્પોરેશનના તમામ કર્મચારીઓ જે પ્રકારે શહેરને સ્વચ્છ રાખવા માટે પોતાનું યોગદાન આપી રહ્યા છે, તેવી રીતે વાયુ શુદ્ધ રહે તેના માટે પણ આગામી દિવસોમાં વધુ સંકલ્પ સાથે આગળ વધવું જરૂરી છે. અત્યાર સુધી જે પ્રકારે મને વિશ્વાસ હતો, તેમ આગળ પણ એકબીજાના સહકારથી આપણે આ સિદ્ધિ અને આ સ્થાનને જાળવી રાખીશું.

Show More

Related Articles

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…