શેરબજાર ફેડરલને કોરાણે મૂકી સુધારાના પંથે
ટોપ ન્યૂઝશેર બજાર

શેરબજાર ફેડરલને કોરાણે મૂકી સુધારાના પંથે

નિલેશ વાઘેલા
મુંબઇ: શેરબજારે અમેરિકાની ફેડરલ રિઝર્વના નિર્ણયને અવગણીને ગુરુવારે સુધારાનો પંથ અપનાવ્યો હતો. સેન્સેકસ ૩૦૦ પોઇન્ટ ઊછળ્યો છે, જ્યારે નિફ્ટી ૨૨,૭૦૦ની આગળ વધ્યો છે.


યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા દરો યથાવત રાખવાની જાહેરાત છતાં સ્થાનિક બેન્ચમાર્ક સૂચકાંકોએ ગુરુવારે નજીવા ઊંચા મથાળે કામકાજ શરૂ કર્યું હતું. ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો અને મજબૂત ઓટો વેચાણના આંકડાઓએ દલાલ સ્ટ્રીટ પર સેન્ટિમેન્ટને સુધારવામાં મદદ કરી હતી.


મહારાષ્ટ્ર દિવસ નિમિત્તે એક દિવસની રજા બાદ સ્થાનિક બજારો ખુલ્યા હતા. ક્ષેત્રીય રીતે, આઇટી અને રિયલ્ટી સૂચકાંકોમાં ઘટાડો જોવા મળ્યો છે. રિયલ્ટી શેરોમાં ભારે ધોવાણ અને વેચવાલી જોવા મળી હતી.


કોર્પોરેટ હલચલમાં અદાણી એન્ટર., ડાબર, કોલ ઈન્ડિયા આજે ચોથા ત્રિમાસિક પરિણામ જાહેર કરી રહ્યા છે. ICICI બેંકે MD કંપની છોડવાના અહેવાલોને નકારી કાઢ્યા છે.


ચાર મહિનામાં ગિફ્ટ નિફ્ટી ફ્યુચર્સ વોલ્યુમ 25% વધ્યું છે. અદાણી પોર્ટ્સે એપ્રિલ દરમિયાન કાર્ગો વોલ્યુમમાં વાર્ષિક ધોરણે 12%નો ઉછાળો નોંધાવ્યો છે. આધાર હાઉસિંગ ફાઇનાન્સ IPO માટે રૂ. 300-315નો પ્રાઇસ બેન્ડ સેટ કરી છે.


માર્કેટ એક્સપર્ટ અનુસાર, જેમ જેમ મે મહિના માટે ટ્રેડિંગ શરૂ થાય છે તેમ બજાર માટે મિશ્ર સંકેતો મળતા રહે છે, પરંતુ વ્યાપકપણે હકારાત્મક પરિબળ નકારાત્મક પરિબળો કરતાં વધુ છે. ફેડરલની કોમેન્ટ્રી સાવચેતીનો સંકેત આપે છે. સ્થાનિક સંકેતો ખૂબ જ સકારાત્મક છે. એવું લાગે છે કે બજાર ભારતના વિકાસના આઉટપરફોર્મન્સને ડિસ્કાઉન્ટ કરી રહ્યું છે. એપ્રિલમાં જ્યારે S&P 500 4.2% ડાઉન છે, નિફ્ટી 0.7% ઉપર છે. આ આઉટપરફોર્મન્સ ચાલુ રહી શકે છે.

Back to top button