ટોપ ન્યૂઝશેર બજાર

Stock Market : શેરબજારના રોકાણકારોને ફળ્યું વર્ષ 2024, જાણો કેવું રહેશે 2025 નું વર્ષ…

મુંબઇ : ભારતીય શેરબજારના(Stock Market)રોકાણકારો માટે વર્ષ 2024 સારું સાબિત થયું છે. વર્ષ 2024 પૂર્ણ થવાના આરે છે અને વર્ષ 2025 શરૂ થવાનું છે. જોકે આ વર્ષે ભારતીય શેરબજારમાં ભારે ઉથલપાથલ જોવા મળી છે અને અનેક પડકારો પણ જોવા મળ્યા. ત્યારે શેરબજાર સકારાત્મક વળતર સાથે 2024ને અલવિદા કરવા જઈ રહ્યું છે. સેન્સેક્સ અને નિફ્ટી બંને ઇન્ડેક્સઓએ રોકાણકારોને સારું વળતર આપ્યું છે અને બંનેએઆ વર્ષે નવી ઊંચાઈઓ હાંસલ કરી છે.

આ પણ વાંચો : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મહારાષ્ટ્ર માટે 20 લાખ ઘરોને મંજૂરી…

રોકાણકારો આ વર્ષે એકંદરે નફાકારક રહ્યું

ભારતીય શેરબજારમાં દિવાળી બાદ ઘણી હલચલ જોવા મળી છે. જેમાં સેન્સેક્સ-નિફ્ટીમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ આ વર્ષની શરૂઆતમાં બંનેએ નવા શિખરો સુધી પહોંચવામાં સફળ રહ્યા છે. એક બેંકના અહેવાલ મુજબ, શેરબજારમાં નાણાંનું રોકાણ કરનારા રોકાણકારો આ વર્ષે એકંદરે નફાકારક રહ્યું છે. તેમજ આ સતત 9મું વર્ષ છે જ્યારે
સેન્સેક્સ-નિફ્ટીએ રોકાણકારોને મોટું વળતર આપ્યું છે.

બીજા અર્ધવાર્ષિક ગાળામાં માર્કેટમાં ઉથલ-પાથલ

આ બેંક રિપોર્ટ અનુસાર, ભારતીય અર્થતંત્રની સુગમતા અને નાણાકીય બજારોના ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે ભારતીય શેરબજાર અનેક પડકારો છતાં રોકાણકારોને વળતર આપવામાં સફળ રહ્યું છે. જો આપણે આ વર્ષના બજારના દેખાવ પર નજર કરીએ, જ્યારે ઇક્વિટી અને બોન્ડ બજારોએ મજબૂત આર્થિક વૃદ્ધિ અને કોર્પોરેટ અર્નિંગ ડિલિવરી પર પ્રથમ અર્ધવાર્ષિક માં મજબૂત પ્રદર્શન કર્યું હતું. જ્યારે બીજા અર્ધવાર્ષિક ગાળામાં વિવિધ કારણોસર માર્કેટમાં ઉથલ-પાથલ જોવા મળી. આમાં ભૌગોલિક રાજકીય પરિસ્થિતિઓ તેમજ વિદેશી રોકાણકારો દ્વારા ભારતીય બજારો પ્રત્યે ઉદાસીનતા અને વેચાણનો સમાવેશ થાય છે. જેણે બજારના સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર કરી.

ભારતીય બજારોની મજબૂતી

ભારતીય શેરબજાર સામે આ તમામ પડકારો હોવા છતાં વર્ષ 2024 માં અત્યાર સુધીમાં, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નિફ્ટી-50 ઇન્ડેક્સે 9.21 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ ઇન્ડેક્સમાંથી રોકાણકારોને 8.62 ટકા વળતર મળ્યું છે. જે ભારતીય બજારોની મજબૂતી દર્શાવે છે.

આ પણ વાંચો : ભ્રષ્ટાચાર કેસઃ ‘લોકપાલ’ની સુનાવણી માટે સેબીનાં પ્રમુખ અને મહુઆ મોઈત્રાને તેડું…

વર્ષ 2025માં ભારતના આર્થિક વિકાસમાં સુધારાની આશા

આ રિપોર્ટમાં આવનારા નવા વર્ષ 2025ને લઈને પણ આગાહી કરવામાં આવી છે સકારાત્મક છે. જેમાં ભારતના આર્થિક વિકાસમાં સુધારાની આશા વ્યક્ત કરવામાં આવી છે. જે મજબૂત સ્થાનિક માંગ, સરકારી ખર્ચમાં વધારો અને વધુ સારા ખાનગી વપરાશથી પ્રેરિત હોઈ શકે છે. આ ઉપરાંત ગ્રામીણ આવકમાં પણ વધારો થવાની ધારણા છે. જો કે, યુએસમાં ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રની સૂચિત નીતિઓ જેમાં ટેરિફનો સમાવેશ થાય છે. તેમજ ઉભરતા બજારો પર પ્રતિકૂળ અસર કરી શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button