ટોપ ન્યૂઝનેશનલવેપાર

બજેટ બિહાર, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સાને સ્પેશિયલ પેકેજ

મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું પ્રથમ બજેટ નિર્મલા સીતારામણ રજૂ કરી રહ્યા છે. બજેટને લઈને અત્યારથી જ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.

નિર્મલા સીતારમણે બજેટની શરૂઆતમાં સરકારની પ્રાથમિક્તા જણાવી હતી અને કહ્યું હતું કે સરકારની 9 પ્રાથમિકતાઓ કૃષિ, રોજગાર, સામાજિક ન્યાય, ઉત્પાદન અને સેવાઓ, શહેરી વિકાસ, ઊર્જા સુરક્ષા, નવીનતા, સંશોધન અને વિકાસ, આગામી પેઢીના સુધારા રહેશે. નિર્મલા સીતારામણે બિહાર, આંધ્ર પ્રદેશ, ઓરિસ્સાને સ્પેશિયલ પેકેજ આપવાની જાહેરાત કરી છે.

બજેટમાં ઉચ્ચ શિક્ષણ માટે 10 લાખ રૂપિયા સુધીની લોનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તે દર વર્ષે 1 લાખ બાળકોને આપવામાં આવશે.

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે, ‘ભારતની અર્થવ્યવસ્થાનો વિકાસ સતત સારો થઈ રહ્યો છે. ભારતનો ફુગાવો સ્થિર રહીને 4%ના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. ગરીબ, યુવા, મહિલાઓ, ખેડૂતો જેવા મહત્વના વર્ગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. રોજગાર, કૌશલ્ય, MSME, મધ્યમ વર્ગ પર સતત ધ્યાન આપવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે રોજગાર અને કૌશલ્ય પ્રશિક્ષણ સંબંધિત 5 યોજનાઓ માટે 2 લાખ કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી યોજના હેઠળ યુવાનોને રોજગાર આપવા માટે ઘણા કાર્યક્રમો શરૂ કરવામાં આવશે. પીએમ યોજના હેઠળ, પ્રથમ વખત નોકરી કરનારાઓને પ્રોત્સાહન આપવામાં આવશે. આ તમામ ઔપચારિક ક્ષેત્રોના 210 લાખ યુવાનો માટે ત્રણ હપ્તામાં શરૂ કરવામાં આવશે. રોજગારી પૂરી પાડવામાં આવશે અને મહિલાઓની ભાગીદારીને પ્રાથમિકતા આપવામાં આવશે. ઉદ્યોગના સહયોગથી વર્કિંગ વુમન માટે હોસ્ટેલ તૈયાર કરવાની સાથે તેમને કૌશલ્ય શીખવવાના કાર્યક્રમો પણ યોજવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button