ટોપ ન્યૂઝનેશનલ

સપા નેતા આઝમ ખાન, તેમના પુત્ર અને પત્નીને કોર્ટે સંભળાવી 7 વર્ષની સજા, જાણો શું છે મામલો

સમાજવાદી પાર્ટી ઉત્તર પ્રદેશના નેતા આઝમ ખાનના પુત્ર અબ્દુલ્લા આઝમ ખાન પાસે બે જન્મ પ્રમાણપત્રો હોવાના મામલામાં કોર્ટે મોટો ચુકાદો સંભળાવ્યો છે. કોર્ટે આઝમ ખાન, તેમના પુત્ર અબ્દુલ્લા આઝમ અને પત્ની તન્ઝીન ફાતમાને સાત વર્ષની જેલની સજા ફટકારી છે.

આંજે બુધવારે કોર્ટે આ કેસમાં ત્રણેયને દોષિત જાહેર કર્યા હતા. સપાના પૂર્વ વિધાનસભ્ય અબ્દુલ્લા આઝમ ખાનના બે જન્મ પ્રમાણપત્ર કેસમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ રામપુરની કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો.

લઘુ ઉદ્યોગ સેલના તત્કાલિન પ્રાદેશિક સંયોજક અને ભાજપના વિધાનસભ્ય આકાશ સક્સેનાએ વર્ષ 2019 માં વરિષ્ઠ સપા નેતા આઝમ ખાનના પુત્ર અને પૂર્વ વિધાનસભ્ય અબ્દુલ્લા આઝમ ખાન પાસે બે જન્મ પ્રમાણપત્રો હોવા બદલ ગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો હતો, જેમાં સપા નેતા આઝમ ખાનનો અને તેમની પત્ની ડો. તાન્ઝીન ફાતમાને પણ આરોપી બનાવવામાં આવ્યા હતા.

આ કેસમાં અબ્દુલ્લા આઝમ પર બે જન્મ પ્રમાણપત્ર હોવાનો આરોપ હતો, જેમાંથી એક જન્મ પ્રમાણપત્ર લખનઉ નગરપાલિકાથી જાન્યુઆરી 2015માં બનાવવામાં આવ્યું હતું અને બીજું 28 જૂન 2012ના રોજ રામપુર નગરપાલિકામાંથી બનાવવામાં આવ્યું હતું. અબ્દુલ્લા આઝમ પર તેમની સગવડતા મુજબ સમયાંતરે આ બંને જન્મ પ્રમાણપત્રોનો ઉપયોગ કરવાનો આરોપ હતો.

અબ્દુલ્લા આઝમ ખાન પર પ્રથમ જન્મ પ્રમાણપત્રના આધારે પાસપોર્ટ મેળવવા અને વિદેશ પ્રવાસ કરવાનો અને બીજા પ્રમાણપત્રનો સરકારી યોજના સંબંધિત હેતુઓ માટે ઉપયોગ કરવાનો આરોપ હતો. તેમના પર આરોપ હતો કે બંને પ્રમાણપત્રો છેતરપિંડીથી અને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂપે આપવામાં આવ્યા હતા. ભાજપના નેતાની ફરિયાદના આધારે ત્રણેય વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button