
Mumbai News: મુબંઈ-નાગપુર સમૃદ્ધિ હાઈવે પર એક અકસ્માતમાં સોનુ સૂદની પત્ની ઘાયલ થઈ હતી. આજે સવારે આ ઘટના બની હતી. ઘટનાનું કારણ જાણી શકાયું નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, સોનુ સૂદની પત્ની સોનાલીનો અકસ્માત થયો છે. પરંતુ ચિંતાની વાત નથી.
ઘટનાની જાણ થતાં જ સોનુ સૂદ નાગપુર જવા રવાના થયો હતો. કારમાં સોનાલી સૂદ, તેનો ભાણેજ અને બહેન હતી. કારની ટ્રક સાથે ટક્કર થઈ હતી.
અકસ્માતમાં સોનાલી અને તેના ભાણેજને ઈજા પહોંચી હતી. બંનેની એક હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને 48 થી 72 કલાક સુધી ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. અભિનેતાના પ્રવક્તાએ સોનાલીનો અકસ્માત થયો હોવાની પુષ્ટિ કરી હતી.
આપણ વાંચો: સોનુ સૂદની ધરપકડ થઇ શકે છે! આ કેસમાં લુધિયાણા કોર્ટે વોરંટ જાહેર કર્યું
1996માં કર્યા હતા લગ્ન
સોનૂ સુદે 1996માં સોનાલી સાથે લગ્ન કર્યા હતા. તેમને બે સંતાન છે. સોનાલીએ નાગપુર યુનિવર્સિટીથી એમબીએ કર્યું છે. તે વ્યવસાયે ફિલ્મ પ્રોડ્યૂસર છે. સોનાલી નાગપુરમાં અભ્યાસ કરતી હતી અને સોનુ સૂદ પણ નાગપુરમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરતો હતો. આ સમયે બંને વચ્ચે મુલાકાત થઈ હતી.
ફિલ્મોમાં આવતા પહેલા શરૂ થયેલી આ લવ સ્ટોરી લાંબા સમય સુધી ચાલી હતી અને ડેટિંગ બાદ લગ્નનો ફેંસલો કર્યો હતો. 25 સપ્ટેમ્બર 1996ના રોજ બંનેના લગ્નના બંધનમાં બંધાયા હતા.
ઉલ્લેખનીય છે કે સોનાલી સૂદ સમાચારોથી દૂર રહે છે. સોનૂ સુદ ફિલ્મી પડદે હીરોનો રોલ કરે છે અને જરૂરિયાતમંદની મદદ કરીને રિયલ લાઈફમાં પણ હીરો બની ચુક્યો છે.