ટોપ ન્યૂઝનેશનલ

Sonia Gandhi: સોનિયા ગાંધી આવતીકાલે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવશે, પ્રિયંકા ગાંધીએ ઓફર ફગાવી દીધી

નવી દિલ્હી: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ(INC)ના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી(Sonia Gandhi) આવતી કાલે બુધવારે રાજ્યસભા(Rajysabha)ની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવશે. રાજ્યસભાની ચૂંટણી માટે કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને પણ ઉમેદવાર બનવવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેમણે આ ઓફર ફગાવી દીધી હતી. સોનિયા ગાંધી હાલમાં ઉત્તર પ્રદેશની રાયબરેલી બેઠક પરથી લોકસભાના સાંસદ છે.

અહેવાલો મુજબ સોનિયા ગાંધી રાજસ્થાન અથવા હિમાચલ પ્રદેશમાંથી રાજ્યસભા માટે નોમિનેશન ફાઈલ કરી શકે છે. પ્રિયંકા ગાંધી આ વખતે ફરી લોકસભા ચૂંટણી લડી શકે છે.


ગઈ કાલે સોમવારે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ આગામી લોકસભા ચૂંટણી 2024 માટે બેઠકોની વહેંચણી અંગે INDIA ગઠબંધનના ઘટક પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન એવી પણ ચર્ચા થઈ હતી કે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધીને રાજ્યસભા ગૃહમાં મોકલવામાં આવે. જોકે, પ્રિયંકા ગાંધીએ આ ઓફરને ફગાવી દીધી હતી, જ્યારે સોનિયા ગાંધી રાજ્યસભા માટે નોમિનેશન ફાઇલ કરવા તૈયાર થયા હતા.


અગાઉ, વર્ષ 2019 માં લોકસભાની ચૂંટણી લડતી વખતે, સોનિયા ગાંધીએ કહ્યું હતું કે આ તેમની છેલ્લી ચૂંટણી છે. સોનિયા ગાંધી 1999થી લોકસભાના સભ્ય છે. આ પ્રથમ વખત હશે જ્યારે તેઓ રાજ્યસભા ગૃહમાં પહોંચશે.
અહેવાલો મુજબ અનુસાર પાર્ટીની બેઠકમાં એ વાત પર પણ ચર્ચા થઈ હતી કે સોનિયા ગાંધીને રાજ્યસભામાં મોકલ્યા બાદ પ્રિયંકા ગાંધીએ યુપીની રાયબરેલી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવી જોઈએ.


અત્રે ઉલ્લેખનીય છે કે રાયબરેલી સીટ ગાંધી પરિવાર માટે ખાસ રહી છે. સોનિયા ગાંધી પહેલા ફિરોઝ ગાંધી, ઈન્દિરા ગાંધી, અરુણ નેહરુ જેવા લોકો આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button