ટોપ ન્યૂઝ

અયોધ્યામાં યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સોનિયા ગાંધી ઉપસ્થિત રહી શકે

નવી દિલ્હી: 22 જાન્યુઆરીએ પ્રભુ રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવાનો છે જેમાં ભાજપ અને વિપક્ષના ઘણા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. જોકે છેલ્લા ઘણા સમયથી એવી અટકળો ચાલી રહી છે કે કોંગ્રેસના કોઈ નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યા નથી. જો કે આ તમામ અટકળો વચ્ચે સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે તે રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લેશે.

સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રામ લલ્લાના અભિષેક કાર્યક્રમમાં ભાગ લેવા માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત કોંગ્રેસના ઘણા નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. અને આ તમામ નેતાઓએ આમંત્રણ સ્વીકાર્યા પણ છે. પરંતુ રામ મંદિરમાં યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં કોંગ્રેસના ક્યાં ક્યાં નેતાઓ ભાગ લેશે તેની સત્તાવાર કોઈ માહિતી આપવામાં આવી નથી. પરંતુ અત્યાર સુધી જે અટકળો ચાલતી હતી કે કોંગ્રેસ ના કોઈ નેતાને આમંત્રણ આપવામાં નથી આવ્યું તેની પર પૂર્ણવિરામ આવી ગયું છે.

આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના નેતાઓ મંદિરમાં ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ વધારે છે.

અગાઉ કોંગ્રેસના નેતાઓ 22 જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહમાં પાર્ટીના ટોચના નેતાઓ હાજરી આપશે કે નહીં તે અંગે કોઈ સ્પષ્ટતા નહોતા કરતા પરંતુ જો તેમની વોટ બેંકને ધ્યાનમાં રાખે તો કોંગ્રેસના સભ્યો આવે તે શક્યતા વધારે છે. જો કે પાર્ટીએ કહ્યું હતું કે તેઓ આમંત્રણ માટે આભારી છે.

22 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશના અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ માટે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે તેમને આમંત્રણ મોકલ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button