ઇન્ટરનેશનલટોપ ન્યૂઝ

યુએસની ફ્લોરિડા યુનિવર્સિટીમાં થયેલા ગોળીબાર 2 ના મોત, પોલીસ અધિકારીનો દીકરો જ શૂટર નીકળ્યો

ટેલહસી: ગન કલ્ચરને કારણે યુએસમાં અવારનવાર ગોળીબારની ઘટનાઓ બનતી હોય છે. ગઈ કાલે ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં એક શખ્સે અંધાધૂંધ ગોળીબાર (Shooting in FSU) કર્યો હતો, આ ઘટનામાં બે લોકોના મોત થયા છે અને છ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આં ઘટના અનેગ દુઃખ વ્યક્ત કર્યું છે.

અહેવાલ મુજબ, કેમ્પસ પોલીસે તાત્કાલિક શૂટર સામે કાર્યવાહી કરી હતી. પોલીસની કાર્યવાહીમાં શૂટર ઘાયલ થયો છે અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ, ફ્લોરિડા સ્ટેટ યુનિવર્સિટીમાં ગોળીબાર કરનાર શખ્સની ઓળખ ફોનિક્સ એકનર(Phoenix Ikner) તરીકે થઈ છે. ઇકનરની ઉંમર માત્ર 20 વર્ષ છે, તેની માતા પોલીસ ડીપાર્ટમેન્ટમાં છે. પોલીસે ફાયરિંગમાં વપરાયેલ હથિયાર પણ જપ્ત કર્યું છે.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરીડામાં બનેલી આ ઘટના અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું “આ એક ભયાનક ઘટના છે, આવી ઘટનાઓ બની રહી છે દુઃખદ છે.”

આ પણ વાંચો: દુબઈમાં પાકિસ્તાની શખ્સે ત્રણ ભારતીયો પર હુમલો કર્યો, બેના મોત

ઘટના બાદ યુનિવર્સિટી કેમ્પસ અને આજુબાજુના વિસ્તારોમાં ડરનો માહોલ છે. ગોળીબારની ઘટના બાદ યુનિવર્સિટીમાં ક્લાસ અને અન્ય કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

કોણ છે શૂટર ફોનિક્સ ઇકનર?

અહેવાલ મુજબ શૂટર ફોનિક્સ ઇકનર લિયોન કાઉન્ટી શેરિફના ડેપ્યુટી જેસિકા ઇકનરનો દીકરો છે અને લિયોન કાઉન્ટી શેરિફ ઓફિસ (LCSO) યુથ એડવાઇઝરી કાઉન્સિલનો ભાગ છે. પોલીસે જણાવ્યું હતું કે ઇકનરે ગોળીબાર માટે ડેપ્યુટી જેસિકાના હથિયારનો ઉપયોગ કર્યો હતો, અને આ હથિયાર ઘટનાસ્થળેથી મળી આવ્યું હતું.

અધિકારીઓએ શંકાસ્પદ ફોનિક્સ ઇકનરને ઓળખી કાઢ્યાના થોડા સમય બાદ, તેની સાથે જોડાયેલી સોશિયલ મીડિયા પ્રોફાઇલ્સ ઓનલાઇન શેર કરવામાં આવી રાહી છે. X પરની પોસ્ટ્સના સ્ક્રીનશોટમાં તે FSU કેમ્પસ નજીક ટ્રમ્પ વિરોધી પ્રદર્શનોમાં જોવા મળે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button