ટોપ ન્યૂઝનેશનલશેર બજાર

બે દિવસના સતત ઘટાડા બાદ શેરબજારમાં ઉછાળો, Sensex 1000 પોઈન્ટ વધ્યો

મુંબઈ : ભારતીય શેરબજારમાં છેલ્લા બે દિવસના ભારે ઘટાડા બાદ શાનદાર ઉછાળો જોવા મળી રહ્યો છે. મંગળવારે સેન્સેક્સ( Sensex) 944 વધીને 79,693.64 પર ટ્રેડ કરી રહ્યો છે. નિફ્ટીની વાત કરીએ તો તેમાં 278 પોઈન્ટનો વધારો થયો છે અને તે 24,334.10 પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે બેન્ક નિફ્ટી 600 અંક વધીને 50,660ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો હતો.

અમેરિકન શેરબજારોમાં ઘટાડો
અમેરિકન શેરબજારો રાતોરાત 3 ટકા ઘટીને બંધ થયા હતા. આ પૂર્વે સોમવારે સેન્સેક્સ 2,222.55 પોઈન્ટના ઘટાડા સાથે 78,759.40 પર બંધ થયો હતો. નિફ્ટી 662.10 પોઈન્ટ ઘટીને 24,055.60 પર બંધ થયો હતો. આ 23 જુલાઈના નિફ્ટીના 24,074.20ના નીચલા સ્તર કરતાં ઘણું ઓછો છે.

આ શેરમાં જોરદાર ઉછાળો
બીએસઈના ટોપ 30 શેર્સની વાત કરીએ તો તમામ શેર્સમાં તોફાની વૃદ્ધિ જોવા મળી રહી છે. ટાટા મોટર્સમાં સૌથી વધુ 4 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. આ પછી LT,મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ અને ટાટા સ્ટીલના શેરમાં 2 ટકાથી વધુનો ઉછાળો છે. આ સિવાય ઈન્ફોસિસ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં ઉછાળો જોવા મળી રહ્યો છે.

સેન્સેક્સ નિફ્ટી બે દિવસમાં ચાર ટકા ઘટયા
શુક્રવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં એક ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો. આમ, બંને બેન્ચમાર્ક સૂચકાંકો છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં લગભગ ચાર ટકા જેટલા ઘટ્યા છે. તે જ સમયે, BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન સોમવારે ઘટીને રૂ. 441.84 લાખ કરોડ થયું હતું. શુક્રવારે રોકાણકારોને 4.46 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. આમ તેમને બે દિવસમાં 19 લાખ કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button