Stock Market: અઠવાડિયાની ધમાકેદાર શરૂઆત, નિફ્ટી નવા રેકોર્ડ સ્તરે, આ સેક્ટરના શેરોમાં ભારે તેજી
મુંબઈ: શેબજારમાં નવા અઠવાડિયાની શરૂઆત જબરદસ્ત(Share Market) રહી, નિફ્ટી(Nifty)એ ફરીથી 24,598ની નવી રેકોર્ડ હાઈ બનાવી છે. બજાર ખુલતાની સાથે જ નિફ્ટી 24600ના સ્તરને ટચ કરવાથી માત્ર 2 પોઈન્ટ દૂર રહ્યો અને આજના દિવસ દરમિયાન નિફ્ટી ગમે ત્યારે તેને પાર કરી શકે છે. આજે શરૂઆતની મિનિટોમાં જ સેન્સેક્સે (Sensex) 80,809ની સર્વોચ્ચ સપાટી બનાવી છે. આઈટી શેરોમાં તેજી જોવા મળી રહી છે.
BSE સેન્સેક્સ 0.21 ટકા એટલે કે 167.20 પોઈન્ટના વધારા સાથે 80,686 પર ખુલ્યો. NSE નો નિફ્ટી 0.35 ટકા એટલે કે 85.45 પોઈન્ટના વધારા સાથે 24,587 ના સ્તર પર ખુલ્યો, ત્યાર બાદ વધુ આગળ વધ્યો હતો.
આઇટી ઇન્ડેક્સ ફરીથી તેજી જોવા મળી રહી છે, આજે IT સેક્ટર ઓફ ધ ડે રહેશે એવી શક્યતા છે. ટોપ ગેઇનર્સની યાદીમાં ટોપ 5માંથી 4 શેર આઇટીના છે. HCL ટેક 4.22 ટકાના વધારા સાથે ટોચ પર છે. ટેક મહિન્દ્રા, ટીસીએસ અને ઈન્ફોસીસને અન્ય આઈટી શેર્સને ગેઈનર્સ તરીકે જોવામાં આવે છે.
ગત અઠવાડિયાના છેલ્લા ટ્રેડિગ દિવસે એટલે કે શુક્રવારે BSE સેન્સેક્સ 622 પોઈન્ટ અથવા 0.78 ટકા ઉછળીને 80,519.34ની નવી ટોચે બંધ રહ્યો હતો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે, તે 996.17 પોઈન્ટ ઉછળીને 80,893.51ની સર્વકાલીન ઉચ્ચ સપાટીએ પહોંચ્યો હતો, નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો ઈન્ડેક્સ નિફ્ટી પણ 186.20 પોઈન્ટ વધીને 24,502.15ના રેકોર્ડ સ્તરે બંધ થયો હતો. ટ્રેડિંગ દરમિયાન એક સમયે, તે 276.25 પોઈન્ટ ઉછળીને 24,592.20ની નવી સર્વકાલીન ટોચે પહોંચ્યો હતો.