ટોપ ન્યૂઝશેર બજાર

સેન્સેક્સમાં ૧,૨૦૦ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટી વિક્રમી ઉંચી સપાટીએ પહોંચ્યો

નિલેશ વાઘેલા

મુંબઈ:
શેરબજારમાં ભારે તેજીનો માહોલ જામ્યો છે. સેન્સેક્સમાં ૧,૨૦૦ પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે, જ્યારે નિફ્ટી નવી વિક્રમી ઉંચી સપાટીએ પહોંચ્યો છે. આજે જ્યારે શેરબજાર ટ્રેડિંગ માટે ખુલ્યું ત્યારે રોકાણકારોની નજર વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાની સેન્ટ્રલ બેન્ક, ફેડરલ રિઝર્વના ગવર્નર જેરોમ પોવેલના સંકંત પર હતી. જોકે, બપોરના સત્ર સુધીમાં રોકાણકારોનું પોગકસ બદલાયું અને તેમણે દેશની મધ્યસ્થ બેન્ક, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ કરેલસી લહાણી પર કેન્દ્રિત થતાં બજારમાં જોરદાર તેજી જોવા મળી હતી.

આ પણ વાંચો: શેરબજાર: આ સપ્તાહે ૯૦૦ કંપનીના પરિણામ જાહેર થશે

ફેડરલ રિઝર્વની મિનિટ્સમાં દર્શાવેલ ફુગાવાના પ્રમાણ અને તેના પરના અંકુશ અંગે ફેડરલના અધિકારીઓએ વ્યક્ત કરેલી ચિંતાઓને અવગણીને તેજીવાળાઓએ ભારતની કેન્દ્રીય બેંક દ્વારા સરકાર માટે જાહેર કરાયેલ રૂ. ૨.૧ લાખ કરોડના બમ્પર ડિવિડન્ડ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું પસંદ કર્યું હતું.

આને પરિણામે જોરદાર લેવાલી નીકળતાં સેન્સેક્સ ૧,૨૦૦ પોઈન્ટથી વધુ ઉછળીને ૭૫,૪૫૦ પોઇન્ટની નવી તાજી ઊંચી સપાટીએ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટીએ પણ એકાદ ટકાના ઉછાળા સાથે ૨૨,૯૦૦ પોઇન્ટના લેવલ વટાવીને નવી ઓલ-ટાઇમ રેકોર્ડ હાઈ સપાટી બતાવી હતી, અને ૨૩,૦૦૦ની લગોલગ પહોંચી ગયો હતો.

આ પણ વાંચો: સેન્સેક્સ બે સપ્તાહની ઊંચી સપાટીએ, મિડકૅપ ઈન્ડેક્સ નવા શિખરે, ડાઉજોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ પહેલી વાર ૪૦,૦૦૦ને સ્પર્શ્યો

શેરબજારમાં તેજીનો માહોલ રચાયો છે. સવારના સત્રમાં જ સેન્સેકસમાં ૫૫૦ પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી ૨૨,૭૦૦ની ઉપર પહોંચી ગયો હતો. પીએસયુ બેન્ક શેરોમાં જબરી લાવલાવ જોવા મળી છે.

શેરબજારમાં કામકાજની શરૂઆત મક્કમ ટોન સાથે થઈ હતી. ભારતના મુખ્ય શેરબજારના બંને બેન્ચમાર્ક નિફ્ટી અને સેન્સેક્સ ઇન્ડેક્સ હેવીવેઇટ્સ સ્ટોક્સમાં વૃદ્ધિને કારણે સરળતાથી આગળ વધ્યા હતા. બેંકો આજના વેપારમાં શ્રેષ્ઠ ક્ષેત્રીય પર્ફોર્મર રહી હતી.

ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખા નફામાં ૧૮૭ ટકાનો ઉછાળો નોંધાવનાર નાયકનો શેર બે ટકા ઊછળ્યો હતો, જ્યારે ચોથા ક્વાર્ટરમાં ૩૪ ટકાના ઉછાળા છતાં સન ફાર્મા નો શેર ત્રણ ટકા તૂટ્યો હતો. જોકે જેફરીઝ સન ફાર્મા પર બાય રેટિંગ જાળવી રાખ્યું છે. એનએસઇ પર આઇપીઓ કિંમત કરતાં ૫ાંચ ટકા ઊંચા પ્રીમિયમ પર ગો ડિજિટ લિસ્ટ થયો છે.

આ પણ વાંચો: શેરબજારમાં અનિશ્ચિતતા વચ્ચે ફરી અફડાતફડીનો દોર

અગ્રણી મ્યુચ્યુઅલ ફંડના ચીફ ઇન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ અનુસાર, આજે બજાર માટે સકારાત્મક અને નકારાત્મક બંને પરિબળ છે. સૌથી મોટી સકારાત્મક બાબતમાં છઇઈં તરફથી સરકારને મળેલું ₹૨.૧૧ લાખ કરોડનું વિક્રમી ડિવિડન્ડ છે, જે સરકારને GDPના નાણાકીય વધારાના ૦.૩ ટકા આપશે.

આનો અર્થ એ છે કે સરકાર તેની રાજકોષીય ખાધ ઘટાડી શકે છે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખર્ચમાં વધારો કરી શકે છે. બોન્ડ યીલ્ડમાં તીવ્ર ઘટાડો થયો છે જે સરકાર દ્વારા ઓછા ઉધારને દર્શાવે છે. બોન્ડ યીલ્ડમાં ઘટાડો બેન્કિંગ શેરો માટે હકારાત્મક છે. બ્રેન્ટ ક્રૂડ ૮૨ ડોલરની નીચે ગબડવું એ ભારતના અર્થતંત્ર માટે સકારાત્મક છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button