ટોપ ન્યૂઝશેર બજાર

સેબીએ ટ્રાફિકસોલનો આઇપીઓ રદ્ કર્યો, કંપનીને રોકાણકારોના પૈસા પરત કરવા આદેશ

નિલેશ વાઘેલા

મુંબઇ: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ સોમવારે ટ્રાફિકસોલ આઇટીએસ ટેક્નોલોજિસનો એસએમઇ આઇપીઓ રદ કરવાની જાહેરાત કરી છે. માર્કેટ રેગ્યુલેટર દ્વારા અગાઉ જ આ આઇપીઓની તપાસ પેન્ડિંગ હોવાથી તેને સ્થગિત કરી દેવામાં આવ્યો હતો.

સેબીએ કંપનીને રોકાણકારોને નાણાં પરત કરવા જણાવ્યું હતું. આ રીતે બજાર નિયામકે આ ત્રીજા એસએમઇ જાહેર ભરણાની બાબતે દરમિયાનગીરી કરીને એકશન લીધી છે. તાજેતરમાં જ સેબીએ સીટુસી એડવાન્સ સિસ્ટમ્સનું લિસ્ટિંગ અટકાવ્યું હતું, જે આ વર્ષનો સૌથી મોટો એસએમઇ આઇપીઓ હતો અને કંપનીને રોકાણકારોના નાણાં પરત કરવાનો આદેશ આપ્યો હતો.

સેબીના ૧૬ પાનાના આદેશમાં જણાવાયું છે કે, જે રોકાણકારોને પ્રારંભિક જાહેર ઓફરમાં શેર ફાળવવામાં આવ્યા હોય તેમને ટ્રાફિકસોલને રોકાણકારો દ્વારા ચૂકવવામાં આવેલા નાણાં પરત કરવા માટે નિર્દેશિત કરવામાં આવે છે.

આ પણ વાંચો : સેબીની દરમિયાનગીરી બાદ સીટુસી એડવાન્સનું લિસ્ટિંગ મોકૂફ

માર્કેટ વોચડોગએ મુંબઇ શેરબજારને પણ નિર્દેશ આપ્યો છે કે તેઓ આ મુદ્દા પર બેંકરો સાથે સંકલન કરીને રિફંડ પ્રક્રિયાની દેખરેખ રાખે અને રિફંડ પ્રક્રિયા એક સપ્તાહની અંદર પૂર્ણ થવી જોઈએ.

નોંધવું રહ્યું કે, પાછલા મહિને નવેમ્બરમાં સીટુસી એડવાન્સ અગાઉ સેબીએ એક અલગ મૂદ્દાસર રોકાણકારોની ચોક્કસ ફરીયાદને આધારે ઓટોમોટિવ ડીજીટલ સોલ્યુશન્સ અને ડિસ્ટ્રીબ્યુશન્ સર્વિસ પ્રોવાઇડર રોઝમેર્ટા ડીજીટલ સર્વિસિસના આઇપીઓને અટકાવ્યો હતો.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button