Important News Alert: State Bank Of Indiaમાં છે તમારું Account? તો પહેલાં આ વાંચી લો…
મુંબઈ: જો તમારું પણ ખાતું State Bank Of Indiaમાં છે તો તમારા માટે મહત્વના સમાચાર આવ્યા છે. મળી રહેલી માહિતી પ્રમાણે આજે એટલે કે 23મી માર્ચના દિવસે અમુક સમય માટે તમે SBIની YONO service, Internet Banking અને Mobile App Serviceનો ઉપયોગ નહીં કરી શકો. જી હા, સૂત્રો દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર આજે થોડાંક સમય માટે ગ્રાહકો SBIની અમુક સુવિધાઓનો લાભ નહીં ઉઠાવી શકે પરંતુ સમયગાળા દરમિયાન ખાતાધારકો UPI લાઈટ અને ATMની મદદથી સર્વિસનો લાભ ઉઠાવી શકશે.
SBI દ્વારા એક પરિપત્ર બહાર પાડીને આ બાબતે માહિતી આપવામાં આવી છે. આ પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે 23મી માર્ચના દિવસે બપોરે 1.10 કલાકથી 2.10 કલાક સુધી એટલે કે એક કલાક માટે ખાતાધારકો ઈન્ટરનેટ બેંકિંગની સુવિધાનો લાભ નહીં ઉઠાવી શકે. બેંક દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ગ્રાહકો આ સમયગાળા દરમિયાન ઈન્ટરનેટ બેન્કિંગ, યોનો લાઈટ, બિઝનેસ વેબ, મોબાઈલ એપ અને યુપીઆઈ સેવાનો લાભ નહીં ઉઠાવી શકે. પરંતુ એના બદલામાં ગ્રાહકો UPI Light અને ATMનો ઉપયોગ કરી શકશે.
આ સિવાય બેંક દ્વારા વધુમાં આપવામાં આવેલી માહિતીમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે કોઈ પણ પ્રકારની સહાયતા માટે ગ્રાહકો SBIના ટોલ ફ્રી નંબર 1800 1234 અને 1800 2100 પર ફોન કરી શકે છે. આ સિવાય બેંકની વેબ સાઈટ પરથી પણ માહિતી મેળવી શકાશે.
ખાતાધારકો આ સમયગાળા દરમિયાન UPIનો ઉપયોગ નહીં કરી શકે પણ એને બદલે UPI Liteનો ઉપયોગ કરીને પેમેન્ટ કરી શકશે, એવું બેંક દ્વારા બહાર પાડવામાં આવેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે.
ત્રીજા ત્રિમાસિક અહેવાલમાં SBI Bank દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની પાસે 22,400થી વધુ બ્રાન્ચનું નેટવર્ક છે. તેમના 125 મિલિયન ગ્રાહકો ઈન્ટરનેટ બેન્કિંગ અને 133 મિલિયન ગ્રાહકો મોબાઈલ બેન્કિંગનો સહારો લે છે. આ સમય દરમિયાન SBIમાં YONOની મદદથી 59 ટકા ખાતા ખોલવામાં આવ્યા હતા અને એની પર 7.05 કરોડથી વધુ રજીસ્ટર્ડ ગ્રાહકો છે.