અયોધ્યામાં ઉમા ભારતીને ભેટીને સાધ્વી ઋતુંભરા રડી પડ્યા, જાણો શું કહ્યું?
મુરલી મનોહર જોશી સાથેની ઉમા ભારતીની 1992ની તસવીર વાઈરલ….
અયોધ્યા: અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અનેક દિગ્ગજ નેતાઓ અભિનતાઓ પહોંચ્યા હતા, ત્યારે અયોધ્યામાં રામ મંદિર આંદોલનના મુખ્ય ચળવળકર્તા ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરાએ પણ પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં હાજરી આપી છે.
અયોધ્યામાં શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં હાજર રહીને ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા ભાવુક થયા હતા. પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં પહોંચીને ઉમા ભારતી અને સાધ્વી ઋતુંભરા એકબીજાને ગળે વળગીને ભેટ્યા હતાં. આ દરમિયાન સાધ્વી ઋતંભરાની આંખોમાંથી અશ્રુ આવી ગયા હતા. તેમણે કહ્યું આજે મારી પાસે કોઈ શબ્દ નથી, માત્ર લાગણી જ બધુ કહી રહી છે.
રામ મંદિરના આંદોલનમાં ઉમા ભારતી અને સાધ્વી ઋતંભરાનો પણ મોખરે રહ્યા હતા. આજે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાના કાર્યક્રમને લઈને સાધ્વી ઋતુંભરાએ કહ્યું હતું કે આ પ્રાણપ્રતિષ્ઠા આનંદનો સમય છે, સંપૂર્ણ દેશના મંદિરો, શેરીઓ-રસ્તાઓ આજે સુશોભિત કરવામાં આવ્યા છે. કારસેવકોનું બલિદાન આજે સાર્થક થયું અને રામલલ્લા આવી ગયા.
દરમિયાન ઉમા ભારતીની એક જૂની તસવીર પણ બહાર આવી હતી. છઠ્ઠી ડિસેમ્બર, 1992માં ખેંચવામાં આવી હતી. તસવીરમાં ઉમા ભારતી ભાજપના દિગ્ગજ નેતા મુરલી મનોહર જોશી સાથે જોવા મળ્યા હતા. ભારતી અને જોશી બંને કેમેરાની સામે હસતા જોવા મળ્યા હતા. જોશીને આજે 90 વર્ષ થયા છે, પરંતુ ઉંમર સંબંધિત બીમારીને કારણે કાર્યક્રમમાં હાજરી આપી શક્યા નહોતા. રામ જન્મભૂમિ આંદોલનના મુખ્ય સૂત્રધાર લાલકૃષ્ણ અડવાણી પણ હાજર રહ્યા નહોતા.
અખિલેશ યાદવે આપ્યું આ નિવેદન
દરમિયાન અયોધ્યામાં રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને સમાજવાદી પાર્ટી (સપા)ના નેતા અખિલેશ યાદવે આપેલું નિવેદન અને તેમણે કરેલી પોસ્ટ પણ ચર્ચામાં આવી છે. અખિલેશ યાદવે શૅર કરેલી પોસ્ટને કેપ્શન આપ્યું હતું કે ભગવાન સિયારામ એ હૃદયમાં વાસ કરે છે જે રીતિ, નીતિ અને મર્યાદાનું માન રાખે છે.
અખિલેશ યાદવે શૅર કરેલી આ પોસ્ટમાં એનિમનેડ રૂપમાં રામ, લક્ષ્મણ અને સિતા અયોધ્યામાં પ્રવેશ કરતાં દર્શાવવામાં આવ્યા છે તેમ જ અખિલેશ યાદવે પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમને લઈને નિવેદન પણ આપ્યું હતું. અખિલેશ યાદવે કહ્યું કે પ્રાણપ્રતિષ્ઠા બાદ પથ્થરની મૂર્તિ ભગવાન બની જશે.
ભગવાન રામને મર્યાદા પુરુષોત્તમ રામ પણ કહેવામા આવે છે, જેથી આપણે પણ તેમના માર્ગ પર ચાલવું જોઈએ. જે લોકો રામના માર્ગ પર નથી ચાલતા તેઓ સાચ્ચા ભક્ત નથી. અખિલેશ યાદવે આગળ કહ્યું કે જ્યારે ગરીબી દૂર થશે, યુવાનો અને દરેક લોકો ખુશ રહેશે ત્યારે રામ રાજ્ય આવશે.
પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમમાં કોંગ્રેસના નેતાઓને આમંત્રણ મળ્યા છતાં તેમણે અયોધ્યા જવાનું ટાળ્યું હતું. આ બાબતે અખિલેશ યાદવે કહ્યું કે જ્યાં માન ન મળે ત્યાં ન જવું જોઈએ. રામ મંદિર બાબતે યાદવે કહ્યું કે હું પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમ બાદ રામ મંદિરમાં દર્શન માટે પરિવાર સાથે અવશ્ય જઈશ. મને આજે આપવામાં આવેલા આમંત્રણ માટે ધન્યવાદ.