સૌરાષ્ટ્રમાં મોદીની ત્રણે’ય સભામાં રૂપાલા ‘ગાયબ’!
જુનાગઢ: લોકસભા ચૂંટણી સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના ઝંઝાવાટી પ્રવાસે ગુજરાત આવ્યા. પહેલી મે આટલે કે ગુજરાત સ્થાપના દિવસે બનાસકાંઠા અને સાબરકાંઠામાં સભાઓ સંબોધી અને આજે વીજળીક ગતિએ ચાર જ્નસભા,આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં પ્રચાર કર્યો. જોવાની વાત એ છે કે, રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા છેલ્લી ત્રણેય જનસભામાં મોદી સાથે મંચ પર જોવા ના મળ્યા.
અંતરથી પણ પડ્યા અંતર
એકાદ મહિના પહેલા રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાળાના નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ નારાજ થયો. છેક ઉપર સુધી લાગણી પહોચાડાઈ કે, રૂપાલા રાજકોટમાં ના જોઈએ. તેમને ગુજરાતમાથી કોઈ પણ બેઠક પર ઉમેદવાર બનાવવામાં ના આવે. પરંતુ ઈરાદામાં મક્કમ અને રૂપાલા સાથે અડીખમ પાર્ટી અને નેતાઓએ ક્ષત્રિય સમાજની આ લાગણીને કહેવાય છે કે અવગણી અને પરસોત્તમ રૂપાલાએ રાજકોટમાં નામાંકન સાથે સભા પણ કરી નાખી.
ત્યારથી ક્ષત્રિય સમાજનું આંદોલન વિવિધ સ્વરૂપે ચાલે છે. વાત પરસોત્તમ રૂપાલાની કરીએ તો, મધ્ય ગુજરાતનાં આણંદ બાદ વડાપ્રધાનની જનસભા સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે વઢવાણમાં હતી. રાજકોટથી સુરેન્દ્રનગર માત્ર એક સો ની આસપાસ કિલોમીટર જ થાય. પરંતુ પરસોત્તમ રૂપાલા વડાપ્રધાન મોદીના મંચ પર જોવા ના મળ્યા.
સુરેન્દ્રનગર બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભા જૂનાગઢમાં હતી,અગેઇન, જૂનાગઢ પણ રાજકોટથી માત્ર 100 કિલોમીટર દૂર.અહીં પણ પરસોત્તમ રૂપાલા વડાપ્રધાન સાથે મંચ પર નહીં. પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર ડો મનસુખ માંડવિયા વડાપ્રધાન મોદી સાથે અહીં મંચ પર જોવા મળ્યા હતા. જૂનાગઢ બાદ જામનગરમાં વડાપ્રધ્ન મોદીએ સભા કરી વળી પાછું જામનગર પણ રાજકોતથી માત્ર 100 કિલોમીટર જ દૂર. આ ત્રણેય સભાઓમાં કેન્દ્રિય મંત્રી પરસોત્તમ રૂપાલા મઞ્ચ્સ્થ ના રહેતા નવો ગણગણાટ શરૂ થયો છે.
વિદિત છે કે ક્ષત્રિય સમાજનું આંદોલન ગુજરાતની લગભગ દરેક લોકસભા બેઠકને નુકસાન પહોચાડે તેવી શક્યતા વચ્ચે રૂપાલાને સંભવત; કહેવાઈ ગયું હોય કે,એક પણ સભામાં તમારે ફરક્વાનું નથી. તો જ આ શક્ય બને કે, મોદીની કિચન કેબિનેટમાં સામેલ મંત્રી અને વડાપ્રધાન માત્ર પોતાની બેથ્ક્થિ 100-100 કિલોમીટરના અંતરે હોય ત્યારે તેમની જ ઉપસ્થિતિ ના હોય એવું બને ? પરિણામે,સૌરાષ્ટ્રમાં લોકમુખે ચર્ચા શરૂ થઈ કે, મંચ પરથી મોદીએ રૂપાલા નામનો કાંટો કાઢી નાખ્યો. હવે જો વડાપ્રધાનની આ ત્ર્ન્માથી એક પણ સભામાં રૂપાલા નાજે પડ્યા હોત,તો શક્ય છે કે ક્ષત્રિય સમાજને, ‘કાળજે ઘા પછી મીઠું ભભરાવવા’ જેવો અહેસાસ થાત. પરિણામે, રૂપાલાને એક પણ જાહેર સભામાં મોદી સાથે હાજર ના રખાયાનું ભાજપાઈ કાર્યકર્તાઓ પીએન માનતા થયા છે.
મોદીની શ્રદ્ધા,જામસાહેબને પાયલાગણ
ગુજરાતમાં એકાદ મહિના પહેલા શરૂ થયેલા રૂપાલા વિરોધી ક્ષત્રિય આંદોલન વેળા જામનગર-નવાનગરના રાજવી જામસાહેબ શત્રુશલ્યસિંહજીએ એક પછી એક બે પત્રો સાર્વજનિક કર્યા. પહેલા પત્રના લગભગ 12 કલાકમાં જ રૂપાલાને સમર્થન આપતો પત્ર સાર્વજનિક કર્યો. આજે વડાપ્રધાન મોદી જ્યારે જામનગરમાં સાંસદ પૂનમ માડમના પ્રચારાર્થે આવ્યા તે પહેલા જામસાહેબ ના ખબર અંતર પૂછવા પહોચી ગયા હતા. જામસાહેબે વડાપ્રધ્ન મોદીનું પાઘડી પહેરાવી અભિવાદન કર્યું હતું.
મોદી સૌરાષ્ટ્રમાં તો ક્ષત્રિય સમુદાયની પાંચ સભા
વડાપ્રધાન મોદી ગુજરાતમાં છે ત્યારે ક્ષત્રિય સમુદાયની આજે જ રાજીના પાંચ અલગ-અલગ સ્થળો પર સભા છે. ચૂંટણીના દિવસ અને પ્રચારમાં હવે આંગળીના વેઢે ગણાય તેટલો જ સેમી છે ત્યારે ક્ષત્રિય સમાજે આક્રમકતા વધારી દીધી છે. ધોળકાથી માંડીને કચ્છ સહિતના વિસ્તારોમાં જ્નસભા કરી રહ્યા છે. બુધવારે આણંદમાં પણ સભા કરી છે.શક્ય છે શુક્રવારે જામનગરમાં પણ ક્ષત્રિય અસ્મિતા સંમેલન યોજાય.
હવે આજે વડાપ્રધાનનું જામસાહેબને પાયલાગણ ક્ષત્રિય સમાજને શો સંદેશ પહોચાડે છે.અથવા આ અદા થયેલી રસમને કેવી રીતે મૂલવાય છે તે આવનારો સમય કહેશે,પણ અત્યારે બળાબળના પારખા ચાલી રહ્યા હોવાનું મતદારો મને છે. અને અંતિમ હાસ્ય પણ મતદારોનું જ હશે.