ટોપ ન્યૂઝનેશનલ

દશેરા પર સંઘ-પ્રમુખનું સંબોધન: ‘દુર્બળ હિંદુ અત્યાચારને આમંત્રણ આપે છે’

નાગપુર: દશેરાના પર્વ પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના વડા મોહન ભાગવતે નાગપુરના રેશમ બાગ મેદાનમાં ‘શસ્ત્ર પૂજન’ કર્યું હતું. વિજયાદશમી પર્વના સંઘના કાર્યક્રમમાં ઈસરોના પૂર્વ અધ્યક્ષ અને પદ્મ ભૂષણ ડૉ. કે. રાધાકૃષ્ણ મુખ્ય અતિથિ ઉપસ્થિત રહ્યા હતા. દર વર્ષેની જેમ દશેરા નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ પર સૌની નજર છે. હાલ સંઘ પ્રમુખ મોહન ભાગવત સ્વયંસેવકોને સંબોધિત કરી રહ્યા છે.

દુર્બળ હિંદુ અત્યાચારને આમંત્રણ આપે છે:
નાગપુરમાં દશેરા રેલીના અવસર પર સંઘ પ્રમુખ મોહન ભાગવતે સંબોધન દરમિયાન બાંગ્લાદેશની સ્થિતિનો ઉલ્લેખ કરતા કહ્યું કે, ત્યાં લઘુમતીઓ પર અત્યાચારની પરંપરાનું પુનરાવર્તન કરવામાં આવી રહ્યું છે. તેની પાછળ કટ્ટરપંથી વિચારધારા છે. તેમણે કહ્યું કે જો હિંદુ દુર્બળ છે તો તે અત્યાચારને આમંત્રણ આપે છે. આવી સ્થિતિમાં હિન્દુઓએ સંગઠિત અને મજબૂત બનવું પડશે. તેમણે કહ્યું કે બાંગ્લાદેશમાં એવી ચર્ચા ચાલી રહી છે કે પાકિસ્તાનને ભારત વિરુદ્ધ સાથે લઈ જવું જોઈએ કારણ કે તેની પાસે પરમાણુ હથિયાર છે.

સંઘ વડાએ કહ્યું, ‘આપણે ભવિષ્ય માટે તૈયાર થવાનું છે. તેમણે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે તેના કારણે કેટલું મોટું સંકટ ઊભું થશે. તેમણે કહ્યું કે ભારત તમામ ક્ષેત્રોમાં આગળ વધી રહ્યો છે. દેશ ટેક્નોલોજી અને શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યો છે. સમાજની શાણ પણ પણ ધીમે ધીમે વધી રહી છે. પરિણામે, આપણે જોઈએ છીએ કે જમ્મુ-કાશ્મીરમાં પણ શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઈ હતી.

Read This Also….હવે ખાખીમાં નજરે પડશે આ સ્ટાર ભારતીય ક્રિકેટર, જાણો કયા રાજ્યનો બન્યો DSP

કોલકાતાની ઘટના રાજકારણ અને અપરાધનું ગઠબંધન:
ભાગવતે કલકત્તા આરજે કર મેડિકલ કોલેજની દુર્ઘટનાનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે આપણાં દેશની પરંપરા છે કે દ્રૌપદીના વસ્ત્રહરણથી મહાભારત થયું, સીતાના હરણથી રામાયણ સર્જાય હતી. પરંતુ કોલકાતાની ઘટના આપણને સૌને કલંકિત કરનારી છે. તે ઘટનામાં સમાજના લોકો ડોક્ટરોની સાથે ઉભા હતા અને આવી ઘટનાને બનવા જ ન દેવી જોઈએ. પરંતુ ઘટના બાદ પણ ગુનેગારોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. આ ઘટના રાજકારણ અને અપરાધ વચ્ચેના જોડાણનું પરિણામ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button