
નિલેશ વાઘેલા
મુંબઇ: પેટીએમના શેર માટે નીચલી સર્કિટ નું સ્તર ૨૦% થી ઘટાડી ૧૦% કરવામાં આવ્યું હતું ત્યારે થોડી રાહત મળી હતી. એકાદ બે સત્રમાં તેમાં સુધારો પણ જોવા મળ્યો. જોકે RBI ની છેલ્લી સ્પષ્ટતા બાદ આ શેરમાં ઝડપી ઘટાડો ફરી શરૂ થયો છે અને તેના ભાવ ૧૦૦ રૂપિયા સુધી નીચે આવશે એવી ચર્ચા છે કંપની હાલમાં નિયમનકારી સમસ્યાઓનો સામનો કરી રહી છે. તેની અસર શેર પર પણ જોવા મળી રહી છે અને તે રૂ.
400ની નીચે આવી ગયો છે. આમાં વધુ ઘટાડાની શક્યતા ચર્ચાઈ રહી છે. વિદેશી બ્રોકિંગ ફર્મ મેક્વેરીએ તેની ટાર્ગેટ કિંમતમાં ધરખમ ઘટાડો કર્યો છે. વિદેશી બ્રોકિંગ ફર્મ Macquarieએ Paytmની ટાર્ગેટ કિંમત 650 રૂપિયાથી ઘટાડીને 275 રૂપિયા કરી દીધી છે. આ ટાર્ગેટ કિંમત પેટીએમની ઈશ્યુ પ્રાઈસ કરતા 87 ટકાથી વધુ ડાઉનસાઈડ છે. આમ આ શેરનો ભાવ રોજેરોજ ઘટતો રહેવાની ધારણા છે અને આરબીઆઇની ૨૯ ફેબ્રુઆરીની ડેડ લાઈનને હજુ ઘણા સત્રની વાર છે.