
મુંબઈ ઈન્ડિયન્સની ટીમના નવા કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાનું નામ જાહેર થયા બાદ હવે 2024 IPLએ મુંબઈ ઈન્ડિયન્સની જર્સીમાં ખેલાડી તરીકે રોહિત શર્મા માટે છેલ્લી સીઝન હોઈ શકે છે, જો કે હિટમેનની કેપ્ટન્સી હેઠળ ટીમ આ લીગની સૌથી સફળ ફ્રેન્ચાઇઝી બની છે. રોહિતે 11 સીઝનમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું, જેમાંથી મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત ટાઈટલ જીતવામાં સફળ રહી છે. અને આટલા સફળ નેતૃત્વ બાદ જ્યારે કેપ્ટન બદલવાનો આ નિર્ણય હિટમેનના ફેન્સ માટે ચોંકાવનારો હતો. જેના કારણે ફેન્સ સોશિયલ મીડિયા પર મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને કોમેન્ટેટર આકાશ ચોપરાએ પણ આ વિશે વાત કરી છે અને પોતાનો અભિપ્રાય આપ્યો છે. તેની યુ ટ્યુબ ચેનલ પર વાત કરતા કહ્યું હતું કે હાર્દિક પંડ્યા વિશે વાત કરતા પહેલા થોડી વાત રોહિત વિશે કરીએ. તેમણે જણાવ્યું કે હાર્દિકના કેપ્ટન બનવા કરતાં રોહિતની ટીમ છોડવા વિશે ચર્ચાઓ વધારે થઇ રહી છે કારણકે તે તેના સમયમાં એક સફળ કેપ્ટન રહ્યો છે. અને આ શબ્દો હું નથી કહેતો પરંતુ રોહિતની કેપ્ટન્સી હેઠળ જે પણ ક્રિકેટરો ક્રિકેટ રમ્યા છે. તે તમામ ખેલાડીઓનું કહેવું છે કે અમને રોહિતની કેપ્ટનશિપમાં જ રમવું ગમશે. પરંતુ અચાનક શું થયું કે હાર્દિકને કેપ્ટન બનાવવામાં આવ્યો. જો કે તે ખેલાડી સારો છે પરંતુ તેની કેપ્ટન્સી વિશે અમે ખાસ કંઈ કહિ શકીએ નહી.
આ સિવાય આકાશ ચોપરાએ મુંબઈની ટીમમાં હાર્દિકની એન્ટ્રી વિશે વાત કરતા કહ્યું કે હાર્દિકે એ જ ડીલ પર ગુજરાત છોડી દીધું હશે કે તેને કેપ્ટન તરીકે લેવામાં આવે તો જ તે ટીમમાં જોડાશે. આ ઉપરાંત ગુજરાત ટાઇટન્સમાં હાર્દિકની સાથે આશિષ નેહરા હતા તે પણ એક સારા ખેલાડી અને છે અને તે એક સારો કેપ્ટન બની શકે છે ત્યારે હાર્દિક તે જ ટીમમાં રહે તો ગુજરાત ટાઈટન્સ માટે ઘણા પ્રશ્ર્નો ઊભા છાય તેમ હતું. જો કે મુંબઈ ઈન્ડિયન્સે પણ હાર્દિક પાસેથી ઈનપુટ લેવા માટે મહેનત કરાવવી પડશે.
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટરે એમ પણ કહ્યું હતું કે મુંબઈ ઇન્ડિયન્સે જે પણ નિર્ણય લીધો છે તે રોહિતની સલાહ લીધા બાદ જ લેવામાં આવ્યો છે. તે શક્ય નથી કે ફ્રેન્ચાઇઝીએ તેની સાથે વાત કરી ન હોય. ત્યારે હવે કે મુંબઈ ઇન્ડિયન્સની આગળની રણનીતિ શું છે. અને રોહિત માટે ભવિષ્યનો પ્લાન શું છે એ તો ટીમ જ જાણે…