આમચી મુંબઈટોપ ન્યૂઝ

રિઝર્વ બેંકના આ નિર્ણયથી ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થયો

મુંબઇ : ભારતના સતત મજબૂત થઇ રહેલા અર્થતંત્ર વચ્ચે ડોલર સામે રૂપિયો વધુ મજબૂત થઇ રહ્યો છે. જેમાં આજે ફરી રૂપિયામાં 40 પૈસાનો મોટો ઉછાળો આવ્યો. સોમવારે શરૂઆતના કારોબારમાં અમેરિકન ડોલરની નબળાઈ અને સ્થાનિક શેરબજારોની મજબૂતાઈને કારણે રૂપિયો 40 પૈસા મજબૂત થઈને 85.05 પ્રતિ ડોલર પર પહોંચી ગયો. ફોરેક્સ વેપારીઓના મતે વિદેશી રોકાણમાં વધારો અને ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે સરકારને રેકોર્ડ ડિવિડન્ડની જાહેરાત કરવાથી પણ રૂપિયાને ટેકો મળ્યો.

રૂપિયો 85.02 પ્રતિ ડોલર પર ખુલ્યો

ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો 85.02 પ્રતિ ડોલર પર ખુલ્યો અને મજબૂત થઈને 84.98 પર પહોંચ્યો. બાદમાં તે 85.05 રૂપિયા પ્રતિ ડોલર પર સ્થિર થયો. જે પાછલા સત્રની સરખામણીમાં 40 પૈસાનો વધારો દર્શાવે છે. શુક્રવારે રૂપિયો 85.45 પ્રતિ ડોલર પર બંધ થયો હતો.

ડોલર ઇન્ડેક્સ ઘટ્યો

આ દરમિયાન, ડોલર ઇન્ડેક્સ જે છ મુખ્ય વૈશ્વિક ચલણોની ટોપલી સામે યુએસ ડોલરની મજબૂતાઈનું માપન કરે છે, તે 0.34 ટકા ઘટીને 98.67 પર આવી ગયો. સ્થાનિક શેરબજારોમાં પણ તેજી જોવા મળી, સેન્સેક્સ 630.68 પોઈન્ટ વધીને 82,351.76 અને નિફ્ટી 187 પોઈન્ટ વધીને 25,040.15 ના સ્તરે પહોંચ્યો. આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં પણ થોડો વધારો થયો. બ્રેન્ટ ક્રૂડ 0.32 ટકા વધીને 64.99 ડોલર પ્રતિ બેરલ પર હતું. વિદેશી સંસ્થાકીય રોકાણકારો પણ બજારમાં સક્રિય હતા. શુક્રવારે, FII એ 1,794.59 કરોડ રૂપિયાના શેર વેચ્યા જેના કારણે બજાર અસ્થિર રહ્યું.

આપણ વાંચો:  કેરળ બાદ મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી, જાણો અન્ય રાજ્યોનું હવામાન…

આરબીઆઇ એ સરકારને રેકોર્ડ ડિવિડન્ડ આપ્યું

નોંધનીય છે કે આરબીઆઇ એ નાણાકીય વર્ષ 2024-25 માટે ભારત સરકારને 2.69 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ ડિવિડન્ડની જાહેરાત કરી છે. શુક્રવારે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જાહેર કરાયેલા તાજેતરના સાપ્તાહિક ડેટા અનુસાર, 16મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનો વિદેશી હૂંડિયામણ ભંડાર 4 888 અબજ ડોલર ઘટીને 685.729 અબજ ડોલર થયો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button