
નવી દિલ્હી: 75માં ગણતંત્ર દિવસની સમગ્ર દેશમાં ઉજવણી થઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આજના અવસરે પહેરેલી પાઘડી ચર્ચાનો વિષય બની છે. દર વર્ષે ગણતંત્ર દિવસ અને સ્વતંત્રતા દિવસના અવસર પર વડા પ્રધાન મોદી અલગ-અલગ પ્રકારની પાઘડી પહેરેલા જોવા મળે છે. તેમની પાઘડી દર વર્ષે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર રહે છે. આ વર્ષે વડાપ્રધાને તેમની પાઘડી માટે બાંધણી પ્રિન્ટ પસંદ કરી છે.
વડા પ્રધાન મોદીએ પહેરેલી પાઘડી લાલ, પીળા અને ગુલાબી રંગની છે, પાઘડીની પાછળ પણ વાદળી રંગ છે, તેને બાંધણી પ્રિન્ટ કહેવામાં આવે છે, જે રાજસ્થાનમાં લોકપ્રિય છે. વડા પ્રધાને સફેદ કુર્તા-પાયજામા સાથે પાઘડી પહેરી છે, તેમણે કુર્તા ઉપર બ્રાઉન જેકેટ પહેર્યું છે.
ખાસ પ્રસંગો પર પાઘડી પહેરવી એ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનું પ્રતીક છે. વડાપ્રધાન મોદી દર વર્ષે આ પરંપરાને ખૂબ સારી રીતે અનુસરે છે.