મોહન ભાગવતના ’75 વર્ષ’ના નિવેદન અંગે RSSનો ખુલાસો: રાજકીય અટકળો પર મૂક્યું પૂર્ણવિરામ

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે 75 વર્ષની ઉંમર પછી રાજકારણમાંથી નિવૃત્તિ લઈ લેવાના નિવેદન અંગે રાજકારણમાં મોટી ચર્ચા જગાવી હતી, જ્યારે વિપક્ષી પાર્ટીએ પણ પરોક્ષ રીતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સંદેશ આપ્યો હોવાનો દાવો કર્યો હતો.
જોકે, આ મુદ્દે આરએસએસ તરફથી ખુલાસો કરવામાં આવ્યો છે કે સંઘના પ્રમુખ મોહન ભાગવતના આ નિવેદનને વિપક્ષના નેતાઓએ અલગ રીતે અર્થઘટન કર્યું છે. જોકે, આરએસએસએ સ્પષ્ટતા કરી છે કે મોહન ભાગવતનું નિવેદન સંઘના વિચારક મોરોપંત પિંગલેના 75મા જન્મદિવસ આપેલા ભાષણના સંદર્ભમાં હતો, પરંતુ કોંગ્રેસ અને સહયોગી પાર્ટી શિવસેના (યુબીટી)એ ખોટો અર્થ કરીને પોતાની ખિચડી પકાવી રહ્યા છે.
આપણ વાંચો: ‘નેતાઓએ 75 વર્ષની ઉંમરે નિવૃત્ત થવું જોઈએ’ મોહન ભાગવતે વડાપ્રધાન મોદી તરફ કર્યો ઈશારો?
સંઘ પ્રચારક મોરોપંત પિંગળેના સંદર્ભમાં વાત જણાવી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે પોતાના વડા મોહન ભાગવતના નિવેદનને લઈને સ્પષ્ટતા કરી કે, તેમણે 75 વર્ષની ઉમરે રોકાઈ જવાની ટિપ્પણી ફક્ત મોરોપંત પિંગલેના સંદર્ભમાં કરી હતી. આ સિવાય, તેનો કોઈ અન્ય સાથે કોઈ સંબંધ નથી.
બે દિવસ પહેલા એટલે કે નવમી જુલાઈના નાગપુર જિલ્લામાં વનમતી ઓડિટોરિયમમાં ‘મોરોપંત પિંગળે: ધ આર્કિટેક્ટ ઓફ હિન્દુ રિસર્જન્સ’ નામના અંગ્રેજી પુસ્તકના વિમોચનનો કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં સરસંઘચાલક મોહન ભાગવત હાજરી રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તેમણે પોતાના સંબોધનમાં 75 વર્ષ પૂર્ણ થવા પર વરિષ્ઠ સંઘ પ્રચારક મોરોપંત પિંગળે દ્વારા કહેવામાં આવેલી એક વાત જણાવી હતી.
આપણ વાંચો: Video: પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે મોહન ભાગવતે કહી આ મોટી વાત
75માં જન્મદિવસે શાલ ઓઢાડીને કરાયું હતું સન્માન
સરસંઘચાલક મોહન ભાગવતે પોતાના સંબોધનમાં કહ્યું હતું કે વૃંદાવન ખાતે વરિષ્ઠ સંઘ પ્રચારક મોરોપંત પિંગળેના 75મા જન્મદિવસે શાલ પહેરાવીને તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
એ સમયે તેમણે કહ્યું હતું કે જ્યારે તમારા ખભા પર 75 વર્ષની ઉંમરની શાલ મૂકવામાં આવે છે, ત્યારે તેનો અર્થ એ થાય કે તમે હવે એક ચોક્કસ ઉંમરે પહોંચી ગયા છો અને હવે તમારે પાછળ હટીને બીજાને કામ કરવા દેવા જોઈએ.
મોહન ભાગવતે મોરોપંત પિંગળેની સાદગીના પણ વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે તે શાલ તેમના આદરનું પ્રતીક હતું, પરંતુ તેઓ તેની પાછળના ગાઢ અર્થને સમજતા હતા, કે તે પેઢીગત પરિવર્તનની નિશાની હતી. એક ખૂબ જ સૂક્ષ્મ સંકેત કે હવે યુવા નેતાઓને આગળ આવવા દેવાનો સમય આવી ગયો છે.
આપણ વાંચો: ‘અત્યાચારીઓનો વધ કરવો એ આપણો ધર્મ છે’; મોહન ભાગવતે મોદીને આપી સલાહ?
ભાજપ અને RSS વચ્ચેનો સંઘર્ષ જાહેર થયો
છેલ્લી કેટલીક ચૂંટણીમાં ભાજપ 75 વર્ષથી વધુની ઉંમરના નેતાઓને ટિકિટ આપી રહ્યું નથી. મોહન ભાગવતના નિવેદનને વિપક્ષે ભાજપની આ નીતિ સાથે જોડી દીધું છે. શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, આ એક સ્પષ્ટ સંદેશ છે અને ભાજપ અને RSS વચ્ચે જે કંઈ ચાલી રહ્યું છે.
તે મોહન ભાગવતના નિવેદનથી સ્પષ્ટ દેખાય છે, જ્યારે ભાજપએ 2014માં સરકાર બનાવી ત્યારે 75 વર્ષથી વધુ ઉંમરના તમામ નેતાઓને ‘માર્ગદર્શક મંડળી’માં મૂકવામાં આવ્યા હતા. હવે 11 વર્ષ પછી, RSS ભાજપને એ જ વાત યાદ કરાવી રહ્યું છે. તેમની વચ્ચેનો આંતરિક સંઘર્ષ હવે જાહેર થઈ ગયો છે. પરંતુ કોઈને ખબર નથી કે તેનું પરિણામ શું આવશે.”
કોંગ્રેસના નેતા જયરામ રમેશે કટાક્ષ કર્યો હતો કે કેટલું અદ્ભુત સ્વાગત. ઘરે પાછા ફરતા જ આરએસએસ વડાએ તેમને યાદ અપાવ્યું કે તેઓ 17 સપ્ટેમ્બર, 2025ના રોજ 75 વર્ષના થશે. પરંતુ, વડા પ્રધાન મોદી આરએસએસના વડાને એમ પણ કહી શકે છે કે તેઓ પણ 11 સપ્ટેમ્બર, 2025ના 75 વર્ષના થશે! એક તીરે બે નિશાન.