ટોપ ન્યૂઝનેશનલશેર બજાર

RBI એ Paytm ને આપી મોટી રાહત, હવે આ તારીખ સુધી ગ્રાહકો લઈ શકશે સેવા…

નવી દિલ્હી: રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ 15 દિવસની છૂટ આપીને Paytmને મોટી રાહત આપી છે. પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ મર્યાદા હવે 29 ફેબ્રુઆરીથી લાગુ થશે નહીં, પરંતુ તેને વધુ 15 દિવસ માટે લંબાવવામાં આવી છે. હવે Paytm પેમેન્ટ્સ બેંક (Paytm Payments Bank) પરનો પ્રતિબંધ 15 માર્ચ પછી લાગુ થશે. એટલે કે Paytm વોલેટ, ફાસ્ટેગ અને ગ્રાહક ખાતામાં 15 માર્ચ 2024 સુધી ટ્રાન્ઝેક્શન કરી શકાશે. આ સાથે RBIએ Paytmને લઈને FAQ પણ જાહેર કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, 31 જાન્યુઆરી, 2024 ના રોજ, ભારતીય રિઝર્વ બેંક (RBI) એ એક મોટું પગલું ભર્યું અને Paytmની બેંકિંગ સેવા બંધ કરવાનો આદેશ જાહેર કર્યો, જે 29 ફેબ્રુઆરી, 2024 થી અમલમાં મૂકવાનો હતો, પરંતુ હવે આ તારીખમાં સુધારો કરવામાં આવ્યો છે.

RBIએ 31 જાન્યુઆરીએ કહ્યું હતું કે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર નિયમનકારી પગલાં લેવામાં આવ્યા છે, જેના કારણે 29 ફેબ્રુઆરી પછી પેટીએમ પેમેન્ટ્સ બેંક ખાતામાં વ્યવહારો, પેટીએમ વોલેટ, ફાસ્ટેગ અને ટોપઅપ જેવી સેવાઓ બંધ થઈ જશે.

RBIએ કહ્યું કે તેણે Paytm પેમેન્ટ્સ બેંક લિમિટેડ પર બેંકિંગ રેગ્યુલેશન એક્ટ, 1949ની કલમ 35A હેઠળ Paytmની પેરન્ટ કંપની One97 કોમ્યુનિકેશન્સ દ્વારા સંચાલિત અમુક વ્યાવસાયિક નિયંત્રણો લાદ્યા છે. આરબીઆઈએ વધુમાં કહ્યું કે લોકોના હિતોને ધ્યાનમાં રાખીને પેટીએમ પેમેન્ટ બેંક લિમિટેડને થોડો વધુ સમય આપવામાં આવી રહ્યો છે.

RBIએ કહ્યું કે આ સમયગાળા દરમિયાન અન્ય કોઈ ડિપોઝિટ અથવા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન અથવા ટોપ-અપને મંજૂરી આપવામાં આવશે નહીં. 15 માર્ચ, 2024 પછી ગ્રાહકોના ખાતા, પ્રીપેડ, વોલેટ, ફાસ્ટેગ, નેશનલ કોમન મોબિલિટી કાર્ડ જેવી તમામ સેવાઓ બંધ થઈ જશે. જો કોઈ વ્યક્તિ Paytm પેમેન્ટ્સ બેંક ખાતામાં રિફંડની રાહ જોઈ રહ્યું હોય, તો 15 માર્ચ, 2024 પછી પણ પાર્ટનર બેંકો તરફથી એકાઉન્ટમાં રિફંડ, કેશબેક, સ્વીપ-ઈન અથવા વ્યાજની મંજૂરી આપવામાં આવી છે. ઉપરાંત, તમે 15 માર્ચ પછી પણ આ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. વોલેટમાં જમા થયેલી રકમનો પણ ઉપયોગ કરી શકાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button