જયપુર: રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીની પર ગોળીબાર કરનાર શૂટર નીતિન ફૌજીના સહયોગી રામવીર જાટની પોલીસે ધરપકડ કરી છે. રામવીર હરિયાણાના મહેન્દ્રગઢનો રહેવાસી છે. રામવીર સુખદેવ સિંહ ગોગામેડીની હત્યા બાદ બંને શૂટરોને જયપુરથી ભાગવામાં મદદ કરી હતી. રામવીર બગરુ ટોલ પ્લાઝા પરથી બંને શૂટરોને બસમાં લઈને ફરાર થઈ ગયો હતો. આ ઉપરાંત રામવીરે જ શૂટર નીતિન ફૌજીને જયપુરની એક હોટલમાં રહેવાની વ્યવસ્થા કરી આપી હતી.
જયપુર પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે ધરપકડ કરવામાં આવેલ આરોપી ફક્ત 23 વર્ષનો છે બંનેએ 12મા ધોરણ સુધી સાથે અભ્યાસ કર્યો છે. 12મું પાસ કર્યા બાદ નીતિન વર્ષ 2019-20માં સેનામાં જોડાયો હતો રામવીર શૂટર નીતિન ફૌજીનો ખાસ મિત્ર છે. બંનેના ગામો એકબીજાની નજીકમાં જ આવેલા છે. રામવીરે બીએસસીની કોલેજ સુધીનો અભ્યાસ કરેલો છે.
ઉલ્લેખનીય છે કે પાંચ ડિસેમ્બરના રોજ ચાર દિવસ પહેલા સુખદેવસિંહ ગોગામેડીનું ઘરમાં ઘુસીને હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ ઘટના બાદ સમગ્ર રાજસ્થાનમાં ખળભળાટ મચી ગયો હતો. અને બીજા દિવસે બુધવારે સમગ્ર રાજસ્થાન બંધ રહ્યું હતું. નારાજ કરણી સેનાના કાર્યકરો અને સમાજના તમામ વર્ગના લોકોએ હોબાળો મચાવ્યો હતો. પોલીસે સુખદેવની હત્યા કરનારા બંને શૂટરો પર પાંચ પાંચ લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું.
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ
શિયાળામાં ખાવ આ ફ્રૂટ અને મેળવો અગણિત હેલ્થ બેનેફિટ્સ