નવી દિલ્હી: ડિબ્રુગઢ પૂર્વમનયા ગોવર્ધન મઠ પુરીના શંકરાચાર્ય સ્વામી અધોકશજાનંદ દેવતીર્થે કહ્યું હતું કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં મંદિરના ગર્ભગૃહ પૂર્ણ થવા પર રામ લલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા ખૂબ જ શુભ છે. આ ઉપરાંત અન્ય ઘણા ધાર્મિક નેતાઓએ પણ અભિષેક સમારોહનું સમર્થન કર્યું હતું અને કહ્યું હતું કે એ બાબત ઘણી ખોટી છે કે કેટલાક લોકો પ્રભુ રામની પ્રાણ પ્રતિષ્ઠાને મુદ્દો બનાવી રહ્યા છે. કોઈ રાજકીય રીતે તો કોઈ પોતાનું પદ મોટું કરવા માટે ભગવાન રામના નામ નો સહારો લઇ રહ્યા છે.
તેમણે ખાસ એ બાબતનો ઉલ્લેખ કર્યો હતો કે 1951માં જ્યારે ગુજરાતના સોમનાથ મંદિરમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજવામાં આવ્યો ત્યારે તેનું ગર્ભગૃહનું કાર્ય પણ પૂર્ણ થયું ન હતું. જ્યારે અહી તો મંદિરનો આખો પહેલો માળ તૈયાર થઈ ગયો છે ત્યારે અભિષેક સમારોહ યોજાય તેમાં કંઈ જ ખોટું નથી. ત્યારે દૂધેશ્વર મંદિરના મહંત નારાયણ ગિરીએ જણાવ્યું હતું કે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ ખૂબ જ સૌભાગ્યની વાત છે. કેટલાક લોકો આનો વિરોધ કરી રહ્યા છે, તે ખોટું છે.
આજે કદાચ કોઈને યાદ નહિ હોય પરંતુ સોમનાથ મંદિરનો કલશ અને ધજાની સ્થાપના મંદિરમાં ભગવાન શિવની સ્થાપનાના 14 વર્ષ પછી કરવામાં આવી હતી. તે સમયના રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને મંદિરનું પુનઃનિર્માણ કરાવવામાં તત્કાલિન ગૃહ પ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલની મહત્વની ભૂમિકા હતી.
ત્યારે દેવકીનંદન ઠાકુરે કહ્યું હતું કે ક્યારેય કોઈ પણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમને મુદ્દો બનાવવો જોઈએ નહીં. તેમજ નરેન્દ્ર મોદી દેશના એવા પ્રથમ વડા પ્રધાન છે જે ગર્વથી સનાતનીની જેમ જીવે છે.
ડિબ્રુગઢમાં પૂર્વમનયા ગોવર્ધન મઠ પુરીના શંકરાચાર્ય સ્વામી અધોકાશજાનંદ દેવતીર્થે કહ્યું હતું કે કેટલાક તત્વોએ પોતાના સ્વાર્થ માટે હિન્દુ સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે શંકરાચાર્ય તેનો વિરોધ કરી રહ્યા છે, જ્યારે મુખ્ય પૂજા સ્થળ એટલે કે ગર્ભગૃહનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. તેથી મંદિર અધૂરું છે એમ કહેવું ખોટી બાબત છે. અને વડા પ્રધાન મોદી એક મહાન યોગી છે તેમજ યુગો થી પરંપરા રહી છે કે મંદિરો રજા મહારાજાએ જ બનાવ્યા છે ત્યારે 550 વર્ષના વિલંબ બાદ જ્યારે મંદિરનું ઉદ્ઘઘાટન થવા જઈ રહ્યું છે ત્યારે આ બધા વિવાદો સાવ નકામાં છે. મંદિર બની રહ્યું છે તેનો દરેક સનાતાનીઓ એ ગર્વ લેવો જોઈએ.