
અમદાવાદઃ ગુજરાતમાં હાઈવે પર થતાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. હાઈવે પર બેફામ ગતિએ પસાર થતાં ભારે વાહનોને કારણે અકસ્માતો સર્જાઈ રહ્યાં છે. અમદાવાદ રાજકોટ(Rajkot)હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસેના બ્રિજ પર રાજકોટથી અમદાવાદ આવતી મીની બસ અને ડમ્પર વચ્ચે થયેલા અકસ્માતમાં 5 મુસાફરોના મોત નિપજ્યાં હતાં. જ્યારે 10 ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા હતાં.
Also read : ગુજરાતમાં વાહનોની સંખ્યામાં ધરખમ વધારો, આંકડો જાણીને ચોંકી જશો
હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ રાજકોટ હાઈવે પર મોરવાડ ગામના પાટિયા પાસેના બ્રિજ પર રાજકોટથી અમદાવાદ તરફ જતી મીની બસ અને ડમ્પર વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા હાઈવે પર ચિચિયારીઓ ગૂંજી ઊઠી હતી. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા હતાં અને મીની બસમાં સવાર અન્ય 10 મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.
Also read : પાયલ હૉસ્પિટલ CCTV કાંડમાં સુરતના એક સહિત વધુ 3 આરોપી પકડાયા
અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ
અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે ટ્રાફિક ખુલ્લો કરી વાહનોની અવરજવર શરૂ કરાવી હતી.પોલીસે મૃતકોની ઓળખ કરવાની કાર્યવાહી હાથ ધરીને અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તપાસ શરૂ કરી હતી