આપણું ગુજરાતટોપ ન્યૂઝ

Gujarat માં વરસાદનું જોર ઘટ્યું, આજે અનેક જિલ્લામાં વરસાદની આગાહી

અમદાવાદ : ગુજરાતમાં(Gujarat)છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદનું જોર ઘટ્યું છે. જેમાં એક પણ તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો નથી. તેમજ આજે પણ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે સૌરાષ્ટ્રમાં હળવો જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

સૌથી વધારે 24 મીમી વરસાદ નોંધાયો

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 112 તાલુકામાં વરસાદ પડ્યો છે. જો કે એક પણ તાલુકામાં એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો નથી. છોટા ઉદેપુર તાલુકાના જેતપુર પાવી તાલુકામાં સૌથી વધારે 24 મીમી વરસાદ નોંધાયો છે

મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી

જ્યારે હવામાન વિભાગ દ્વારા આજે અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં મોટાભાગના વિસ્તારોમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે

જ્યારે કચ્છ, મોરબી, સુરેન્દ્રરનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button